ગુજરાત રાજસ્થાનની સીમાએ આવેલ દાંતા તાલુકો અને દાંતા તાલુકામાં અનેક આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે અને તેની સામે સ્થાનિક પોલીસની સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ કાર્યવાહી કરી ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓને નાબૂદ કરવા સુંદર કામગીરી કરતી હોય છે જ્યારે ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના મિત્રો હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન ચોક્કસથી કહી શકાય કે હડાદ નજીક માકડ ચંપા બસ સ્ટેશન આગળ વાહન ચેકિંગ કરતા હતા તે સમયે eeco ગાડી કે જે નંબર પ્લેટ વગર હતી તે ગાડી પર શંકા જતા ગાડીના ચાલક સાથે યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ કરતા આ ગાડી તેને વિજાપુર કસાઇવાડા મસ્જિદ પાસેથી ચોરી કરી અને ગાડીની નંબર પ્લેટ કાઢી ગાડી ચલાવતો હોવાની વાત કબુલતા કરતા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ આ ઈસમની અટકાયત કરી ગાડી કબ્જે લઈ હડાદ પોલીસ મથકે ડાયરીમાં નોંધ કરી વધુ તપાસ માટે હડાદ પોલીસને સોંપવામાં આવી ચોક્કસથી કહી શકાય કે આશરે પાંચ માસ અગાઉ વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલ ઇકો ગાડી સાથે એક ઈસમને પકડી પાડી એલસીબી પોલીસે સુંદર કામગીરી કરેલ છે સુંદર કામગીરી કરનાર LCB પોલીસ કર્મી ASI રઘુવીરસિંહ રણજીતસિંહ, HC રાજેશભાઈ હીરાભાઈ, HC પુંજાભાઈ નાથાભાઈની સુંદર કામગીરી જોવા મળી હતી..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી