ધ્રાંગધ્રામાં ખાદી ભંડાર સામે રહેતા રબારી યુવાનનું આર્મી ખાતે આવેલા સ્ટુડીયોમાં તબીયત લથડતા દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવતા તેનું મોત થયું હતું. ત્યારે મૃતકના ખિસ્સામાં 9 શખ્સને પૈસા આપવાના હોય તેવી ચિઠ્ઠી મળી આવી હતી. ત્યારે મૃતક યુવાનના ભાઈ દ્વારા પોલીસમાં 9 શખસ પૈસાની ઉઘરાણીમાં ધાકધમકી આપતા હોય તેથી યુવાનનું મોત થયાનું જણાવી કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા અને આર્મીમાં સ્ટુડીયો ચલાવતા ભાવિનભાઈ રબારી નામના યુવાનનું તા. 4 સપ્ટેમ્બરના રોજ આર્મી ખાતે તબિયત લથડતા દવાખાને સારવારમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે યુવાનનું મોત થયું હતું. ત્યારે મૃતક યુવાનના ખિસ્સામાંથી ધ્રાંગધ્રા મોરબી અમદાવાદ અંકેવાળીયા સહિતના ગામોમાં રહેતા 9 જેટલા શખસ દ્વારા પૈસા માગતા હોવાનું ચિઠ્ઠીમાં લખ્યું હતું. ત્યારે આ યુવાનને દેવુ થઈ જવાથી વ્યાજે નાણાં લીધા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે મૃતકના ભાઈ જીતેન્દ્રભાઈ રબારી દ્વારા ધાંગધ્રા પોલીસમાં એક લેખિત અરજી આપી અને જણાવવામાં આવ્યું .મૃતક ભાવિનભાઈ રબારીને આ વ્યાજખોરો દ્વારા આવારનવાર પૈસાની ઉઘરાણી માટે ધાકધમકી આપીને ઉઘરાણી કરવામાં આવતી હતી. તેને લઈને ભાવિનભાઈ ડરી ગયો હતો. તેના લીધે ગભરાઈ જવાથી તેનું મોત થયું હતું. ત્યારે આ આરોપી સામે તાત્કાલિક કડક કાર્ય કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આમ યુવાનના મોતને લઈને તેના નાના 2 બાળકો અને તેની પત્ની નોધારા બન્યા છે. ત્યારે તેમને ન્યાય મળી રહે તે માટે વ્યાજખોરો સામે કડક કાર્ય કરવામાં આવે તેવી લેખિત અરજીમાં માગ કરવામાં આવી હતી. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નાણા મુદ્દે ધાકધમકી અને મારામારીના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળે છે.