પાલનપુર તાલુકાના હસનપુર ગામના એક શ્રમજીવી પરિવારની નવ વર્ષની બાળકી સવારના સમયે પોતાના પિતાના ખેતરના રમી રહી હતી. દરમ્યાન બાજુના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા અજાપુર ગામનો રાવતાભાઈ રાજાભાઈ ખોખરીયાએ આ માસૂમ બાળકી ઉપર દાનત બગાડી તેની એકલતાનો લાભ ઉઠાવી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે પરિવારે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન તાલુકા પીઆઇ એ. વી. દેસાઇએ મંગળવારે આરોપીને ઝડપી લીધો હતો.