આયુષ્માન કાર્ડ હેઠળ મફત સારવાર મળતાં બાળક નો જીવ બચાવતી આયુષ હોસ્પિટલ

મળતી માહિતી મુજબ મહીંસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલ આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતાં બાળક ના પરિવાર માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આયૂષ‌ હોસ્પિટલમાં એક દર્દી નામે બેબી ઓફ રણજીતભાઈ ખાંટ, જે બાળકીની હાલની ઉંમર ૧ મહીના ૧૦ દિવસ છે. બાળકીનું જન્મ સમયે વજન ફક્ત ૯૦૦ ગ્રામ અને અધુરા મહીને જન્મેલ હતી . 

દર્દીના સગાવહાલાને શરૂઆતમાં તો તેમની રૂટિન માન્યતા મુજબ એમ જ હતું કે આટલા ઓછા વજનનું, અધૂરા મહીને જન્મેલ બાળક જીવી ના સકે 

છતાં પણ દદીના સગા એ અલગ અલગ દવાખાનામાં સારવાર માટે તપાસ કરી પરંતું ત્યાં દાખલ કરવાની અને પૈસા નો વધુ ખર્ચ થતો હોવાથી તેના પરિવારજનો નીરસ થઈ ગયા હતા . 

પછી તેમને પોતાના એક સગાએ જાણ કરિ આયુષ્યમાન કાર્ડ હેઠળ સરકાર દ્ધારા મફત સારવાર કરવામાં આવે છે અને આના માટે આયુષ હોસ્પિટલમાં સારવાર થાય છે. ત્યારે 

તેઓ આયુષ હોસ્પિટલમાં બાળકીને લઇ જતા બાળકોના ડોકટર શૈલેષ એમ.પંચાલ દ્વારા દર્દીના પિતાનું આયુષ્યમાન કાર્ડ બનાવામાં મદદ કરી અને બાળકીને સત્વરે‌ સારવાર કરીને જરૂરી તમામ સારવાર આપવામાં આવી 

જેવી કે બાળકીને કાચની પેટીમાં રાખવી, ઓકિસજન આપવો, જરૂરી ઈન્જેકશન, અને દદીને લોહીની જરૂર હોવાથી લોહી પણ ચડાવ્યું,

 હધ્યની સારવાર અને રીપોટો કરાવી, લોહી ની તપાસ અને આ રીતે જરૂરી એવી તમામ સારવાર કરી બાળક નો જીવ બચાવી લીધો હતો 

40 દિવસ સુધી ખૂબ જ ડોક્ટર રે રાત દિવસ કાળજી પૂર્વક ધ્યાન રાખી તબિયત માં સુધારો થતા બાળકીનું વજન 1કિલો 200 ગ્રામ થયુ હતું પ

છી બાળકને રજા આપવામાં આવેલ હતી, જે સારવારનો ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 થી 3 લાખ જેટલો આવે તેવી તમામ સારવાર બાળકને આયુષ હોસ્પિટલમાં વિના મૂલ્યે આયુષ્યમાન કાર્ડ હેઠળ કરવામાં આવી છે.

જયારે આયુષ હોસ્પિટલ સરકાર યોજના આયુષ્માન કાર્ડથી મફત સારવાર મળતાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો.જયારે આવો લાભ સરકાર દ્ધારા બીજા જરૂરીયાતમંદ દર્દી ને પણ મળી રહે તેવી આશા તેના પરિવાર જનોએ વ્યક્ત કરી હતી..                                           

રિપોટર..... દિલીપ ચૌધરી...... મહિસાગર.......