ડીસાના GIDC વિસ્તાર માંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત મરચું ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ફૂડ વિભાગ ની ટીમે 2100 કિલો મરચાનો જથ્થો સિલ કર્યો છે, તેમજ મરચાના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે..
ડીસા શહેર માં છેલ્લા ઘણા સમય થી ભેળસેળ યુક્ત વસ્તુઓનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે, ખાસ કરીને ડીસા શહેર ના GIDC વિસ્તાર માં અનેક જગ્યાએ અખાદ્ય પદાર્થોનું મોટા પ્રમાણમા વેચાણ થતું હોવાની ફૂડ વિભાગ ને માહિતી મળતા ફૂડ ઇન્સ્પેક્ટર પી.આર.ચૌધરી ની ટીમે મોઢેશ્વરી ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડા પાડયા હતા, જ્યાં તપાસ દરમિયાન શંકાસ્પદ ભેળસેળ યુક્ત મરચાનો જથ્થો મળી આવ્યો હતો..
મેજિક બોક્ષ દ્વારા ફૂડ વિભાગની ટીમે મરચાંના સેમ્પલ ની તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ મરચાંમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું, જેથી ડીસા ના ફૂડ અધિકારી એ હાલ તો તપાસ સાથે મરચાંના સેમ્પલ લઈ ફેકટરી માં પડેલા 2100 કિલો મરચાના જથ્થા ને સીલ કરવામાં આવ્યો છે, તેમજ સેમ્પલ પરીક્ષણ માટે લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરી ફૂડ વિભાગની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે..