થરાદના એક ગામમાં પ્રેમિકાને મળવા આવ્યાની આશંકાએ બે યુવક ગામ લોકોના હાથે ઝડપાઇ જતા તેમને ટકો કરી સજા કરી હોવાની ઘટના સામે આવી છે. જે યુવકને ટકો કરી સજા કરતાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં બે-ત્રણ દિવસથી વાયરલ થઇ રહ્યો છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ જ પોલીસમાં ફરિયાદ થઈ નથી. પોલીસે ટકો કરનાર શખ્સની ધરપકડ કરીને જવાબો લઈ છોડી મુક્યા હોવાનું જાણવા મળ્યું હતું.
થરાદના એક ગામના બે ભાઈ બાજુના એક ગામમાં ગયા હતા. જ્યાં ગામલોકોએ કોઈ છોકરી માટે આવ્યા હોવાની શંકા જતા બીજીવાર ગામમાં ન આવે એના માટે મુઢ માર મારી બન્ને ભાઈઓને સામ સામે બેસાડીને ટકો કરાવ્યો હતો. લોકોએ તેમની સાથે દુર્વ્યવહાર કરી માથે ટકો કરી સજા આપી હતી. ઝડપાયેલા યુવકોને સજા કરતાનો વીડિયો પણ અત્યારે બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે પોલીસ મથકે તપાસ કરતા કોઈ ફરિયાદ નોંધાઇ ન હતી.
પરંતુ પોલીસે ટકો કરનાર શખ્સની ધરપકડ કરીને જવાબો લઈ છોડી મુક્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, થરાદ કે બનાસકાંઠા જિલ્લા માટે આ કોઈ નવાઈની વાત નથી. અગાઉ પણ આવી ઘટનાઓ અનેક વખત સામે આવી ચૂકી છે. કોઈને તાલીબાની સજા આપવાના વીડિયો અગાઉ પણ ઘણા વાયરલ થયા છે. ત્યારે ફરી એકવાર થરાદ પંથકમાં વગર કારણે તાલીબાની સજા આપતાનો વીડિયો વાયરલ થતાં આ વાત ચર્ચાસ્પદ બની છે.