થરાદના લુણાવા માળી ફાર્મમાં માતાજીના મંદિરને આશ્રય સ્થાન બનાવનાર બાવાજી અમદાવાદનો બુટલેગર હોવાનું અને તેને અગાઉ પાસા થતાં નામ બદલીને બાવો બન્યો હોવાનો પરદો ઉંચકાતાં ચારેકોર ચકચાર મચવા પામી હતી. પોલીસે આ બની બેઠેલા મહંતના કબજામાંથી શુક્રવારે લીલો તથા સુકો મળીને કુલ 6.810 કિલોગ્રામ ગાંજા સાથે અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ અંગે ડી.વાય.એસ.પી. એસ.એમ.વારોતરીયાએ જણાવ્યું હતું કે, થરાદ-ડીસા હાઇવે પર આવેલા લુણાવા (માળી ફાર્મ)માં આવેલા શીતળા માતાજીના મંદિરની ઓરડીમાં રહેતા બાવો આવારા તત્વોને લાવીને દારૂ તથા ગાંજા જેવા નશીલા પદાર્થ પીવે છે અને પાવે છે તેમજ મંદિરમાં પણ ગાંજાના છોડનું વાવેતર કરેલ હોઇ કાર્યવાહી કરવાની રજુઆત કરી હતી.
આથી ડીવાયએસપી અને પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા શુક્રવારે તપાસ કરવામાં આવતાં સત્યતા જણાઇ હતી. આથી પોલીસે વસંતગીરી મનમોહનગીરી મહંત (મુળ નામ વિષ્નુભાઇ શકરાભાઇ પટેલ) (ઉ.વ.55 હાલ, રહે.શીતળા માતાના મંદિર (લુણાવા-માળીફાર્મ, મુળ રહે.ચરફળી નરોડા- અમદાવાદ) દ્વારા ગાંજાના નવ છોડનું વાવેતર કરેલું મળી આવ્યું હતું. આથી પોલીસે એફએસએલ બોલાવી વધુ તપાસ હાથ ધરી હતી.જેમાં પણ પુરવાર થતાં પોલીસે ગાંજાના 9 છોડ વજન 3.705 કિલોગ્રામ તથા સુકા ગાંજો 3.105 મળીને કુલ 6.810 કિલોગ્રામ કિંમત 68,100 તથા મોબાઇલ કિંમત રૂપિયા 500 મળીને કુલ 68,600નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જન્માષ્ટમીના તહેવારને લીધે ગામની દીકરીઓ કાનુડાની ફરતે ઢોલના તાલે ગાણાં ગાઇને રમી રહી હતી. આ વખતે આ બાવાએ તેણે જેમતેમ બોલી અસભ્ય વર્તન કર્યું હતું.આથી ગ્રામજનોનું ટોળું પોલીસ મથકમાં ધસી આવીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
આ અંગે ડી.વાય.એસ.પી. એસ.એમ.વારોતરીયાએ જણાવ્યું હતું કે, આ કથિત બાવાજીની પુછપરછ કરતાં તે અગાઉ અમદાવાદમાં બુટલેગર હતો અને પાસા પણ થઇ હતી. આથી તેણે પોતાનું નામ બદલીને શીતળા માતાજીના મંદિરને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું હતું. આ ઘટનાથી ગ્રામજનો પણ ચોંકી ઉઠ્યા હતા.