મુસાફરો ની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા વેરાવળ -બનારસ  સુપરફાસ્ટ ટ્રેઇન ને આજે અમરેલી ના માનનીય લોકસભા ના સાંસદ શ્રીનારણભાઇ કાચડિયા અને અમરેલી ના ધારસભ્ય અને મુખ્ય દંડક ગુજરાત સરકાર  શ્રી કૌશિકભાઈ વેકરિયા અને લાઠી ના ધારસભ્ય જનકભાઈ તળાવીયા ની ઉપસ્થિતિ માં ટ્રેન ને લીલી ઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો હતો .જ્યારે સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા અને ધારસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયએ ટ્રેઇન માં મુસાફરી પણ કરી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ટ્રેઇન ના શુભારંભ પ્રસંગે સોમનાથ મંદિર ના જીએમ વિજયસિંહ ચાવડા વેરાવળ સ્ટેશન પર ઉપસ્થિત રહિયા હતા જ્યારે ટ્રેઇન પસાર થઈ હતી ત્યારે ભાવનગર ના અનેક સ્ટેશનો પર લોકો દ્વારા નવી ટ્રેઈનનું ખૂબ ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાવનગર રેલવે ડિવિઝન ના સિનિયર ડિવિજનલ કોમર્શિયલ મેનેજર મશુક અહમદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્રેઇન નં (12945 વેરાવળ - બનારસ) નિયમિત સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેઇન નું બુકીંગ તારીખ 13.09.2023 થી પેસેનઝર આરક્ષણ કેન્દ્ર તેમજ IRCTC  ની વેબસાઇટ પર શરૂ થશે

જ્યારે આ પ્રસંગે ડિવિજનલ રેલવે મેનેજર શ્રી રવિશ કુમાર સહિત મંડળ ના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સ્થાનિક લોકો અને મુસાફરો અને મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહિયા હતા . જ્યારે આ બાબતે રેલવે માં મુસાફરી કરતા લોકો તેમજ સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સાંસદ શ્રી તેમજ ધારાસભ્યશ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.

આપની આસપાસ બનતી ઘટના કે દુર્ઘટના કે પછી હોય આપના કોઈ પ્રસંગો કે હોય આપની કોઈ સમસ્યા અમને જણાવો અમે પ્રદર્શિત કરીશું તમારો અહેવાલ સંપર્ક કરો અમારો

રિપોર્ટર :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) સંપર્ક :- 9925095750 (જૂનાગઢ)