વિશ્વ શાંતિ ની કામના અર્થે આયોજિત કરાયેલા આ ગણેશ યજ્ઞના દશૅન પ્રસાદ નો લાભ પરિવારજનો સહિત મિત્ર સકૅલે લઈ ધન્યતા અનુભવી..

પાટણ જગદીશ મંદિર નાં મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા શ્રાવણ માસ નિમિત્તે પોતાના નિવાસસ્થાને ગણેશ યજ્ઞ કરાયો..

શ્રાવણ માસ નાં પવિત્ર દિવસોમાં શિવ મંદિરોની સાથે સાથે શિવ ભક્તો દ્વારા પોતાના નિવાસસ્થાને પણ વિવિધ ધાર્મિક ઉત્સવો ની ઉજવણી કરી ભગવાન ભોળાનાથ ની આરાધના કરી ધન્યભાગ બનતા હોય છે. પાટણ શહેર ના જગદીશ મંદિર નાં મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે મંગળવારના પવિત્ર દિવસે વિધ્નહતૉ શ્રી ગજાનન ગણેશજી ની આરાધના સાથે પોતાના નિવાસસ્થાને ગણેશ યાગ યજ્ઞ નું આયોજન કર્યું હતું.

પિયુષભાઈ આચાર્ય દ્વારા પોતાના નિવાસસ્થાને વિશ્વ શાંતિ માટે આયોજિત કરવામાં આવેલ શ્રી ગણેશ યાગ યજ્ઞ ની શાસ્ત્રોક્ત વિધિ દિપકભાઈ મહારાજ સહિત જગદીશ મંદિર નાં પુજારી કમલેશ શુક્લ દ્વારા કરવામાં આવી હતી.

પિયુષભાઈ આચાયૅ દ્વારા આયોજિત કરાયેલા આ ગણેશ યાગ યજ્ઞ નાં દશૅન પ્રસાદનો લાભ તેઓના પરિવારજનો સહિત તેઓના મિત્ર સકૅલે લઈને ધન્યતા અનુભવી હતી.