તિરંગા યાત્રા માં જોડાઈ ને આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી માં સહભાગી બનીએ..

પાટણ ,

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક ભારતીયો માં દેશ પ્રેમ કાયમ બની રહે તેવાં શુભ આશય સાથે હર ઘર તિરંગા અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અભિયાન ને જન જન સુધી પહોંચાડવા ગુજરાત નાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પણ તિરંગા યાત્રા યોજી દરેક ગુજરાતી નાં ઘરે ઘરે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગો લહેરાઈ તેવાં પ્રયાસો કરવા માં આવ્યા છે જે પ્રયાસના ભાગરૂપે પાટણ શહેર અને જિલ્લામાં પણ હર ઘર તિરંગા ની જાગૃતિ માટે તા

12 ઓગસ્ટ ને શુક્રવારના રોજ જિલ્લા પ્રશાસન દ્વારા સાંજે 3.30 કલાકે શહેરની વિવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો,કાયૅકરો અને પાટણના પ્રબુધ્ધ નગરજનો ની વિશાળ ઉપસ્થિતિમાં શહેર ની શેઠ એમ એન હાઇસ્કુલ થી રેલવે સ્ટેશન સુધી તિરંગા યાત્રા નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ તિરંગા યાત્રા માં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા માંથી બહોળી સંખ્યામાં જોડાય તે માટે પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

ત્યારે આવો આપણે હર ઘર તિરંગા અભિયાન ની જાગૃતિ અર્થે આયોજિત કરવામાં આવેલ તિરંગા યાત્રા માં જોડાઈ ને આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી માં સહભાગી બનીએ..