રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. આ વચ્ચે વીજળી પણ વેરણ બની હતી. પાલનપુરના ફતેપુર ગામે વીજળી પડવાથી દાદા અને પૌત્રનું તેમજ એક ગાયનું મોત થયું છે. ખેતરમાં હતા તે દરમિયાન દાદા-પૌત્ર અને ગાય પર વીજળી પડી હતી. જેથી તેઓનું મોત થયું હતું, દાદા અને પૌત્રનાં મોતને પગલે ફતેપુર ગામમાં શોક છવાયો હતો.
બનાસકાંઠા જીલ્લામાં ભારે ઉકળાટ બાદ સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં પાલનપુર તાલુકામાં વીજળીના કડાકા અને ભડાકા સાથે ભારે પવન વચ્ચે વરસાદ થયો હતો. વરસાદના કારણે લોકોને ગરમીથી આંશીક રાહત મળી હતી.
જોકે, પાલનપુર તાલુકાના ફતેપુરા ગામે વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. જેથી દાદા અને પૌત્ર સહિત એક ગાયનું મોત નીપજ્યું છે. ખેતરમાં દાદા અને પૌત્ર બેઠા હતા. તે સમય દરમિયાન અચાનક વીજળી પડતા દાદા- પૌત્ર અને ગાયનું મોત થતા સમગ્ર પંથકમાં શોક છવાયો છે. જેમાં દાદા અને પૌત્રને પરિવાર દ્વારા પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેઓનું મોત થયું હતું.