જો વાત કરવામાં આવે તો હાલ માં સરકાર શ્રી દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે જેમાં તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીઓ ને ફરી રિપીટ નહીં કરવામાં આવે ત્યારે વાત કરીએ માળીયા હાટીના ની તો માળીયા હાટીના તાલુકા માં સરકાર શ્રી ના આ નિર્ણય નો માળીયા હાટીના તાલુકાની ગ્રામ પંચાયતો ના સરપંચો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આજે માળીયા હાટીના તાલુકા પંચાયત ના ગ્રાઉન્ડ માં માળીયા તાલુકા ના ગામડાઓ ના સરપંચો ની એક બેઠક મળી હતી જેમાં અમરાપુર ગ્રામ પંચાયત ના સરપંચ ભયલુભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર શ્રી ના આ નિર્ણય સામે અમે અમારા તાલુકા ને આ નિર્ણય માંથી બાકાત રાખવા માગીએ છે અને જો અમારા તાલુકા ને આમાંથી બાકાત નહીં રાખવામાં આવે તો આગામી આ બાબતે આવનારા દિવસો માં અમે ઉચ્ચ લેવલે રજુવાત કરવાના છે
ત્યારે હવે સરકાર શ્રી દ્વારા તો નો રિપીટ નો નિર્ણય કરી દેવામાં આવ્યો છે જે ગુજરાત માં તમામ તાલુકા પંચાયતો ને લાગુ પડવાનો છે જ્યારે માળીયા હાટીના તાલુકા માં સરકાર ના આ નિર્ણય ના વિરોધ ના સુર વાગ્યા છે ત્યારે સરકાર શ્રી દ્વારા આગળ ના દિવસો માં છું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહીયું
છું સરકાર દ્વારા એક ને ગોળ અને એકને ખોળ આપવામાં આવશે કે પછી બધા માટે સમાન નિયમ લાગુ કરવામાં આવશે તેતો આવનારા દિવસોમાં જ ખ્યાલ આવશે
જ્યારે બીજી તરફ માળીયા તાલુકા ના મોટાભાગ ના ગામડાઓ ના સરપંચો દ્વારા તાલુકા પંચાયત ના પ્રમુખ ની કામગીરી ને વાખાણવામાં આવી હતી અને જણાવ્યું હતું કે પ્રમુખશ્રી દ્વારા અત્યાર સુધી ની કામગીરી સઁતોષ કારક રહી છે અને અમારા કામો નો તાત્કાલિક નિકાલ પણ કરવામાં આવ્યો છે ત્યારે માળીયા હાટીના તાલુકા પંચાયત માં આવા પ્રમુખ મળવા મુશ્કેલ છે ત્યારે હવે સરકાર દ્વારા છું નિરણ્ય લેવામાં આવે તે જોવાનું રહીયું
રિપોર્ટર :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ):- 9925095750