લાખાપાદર ગામમાં થયેલ ઇલેકટ્રીક કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ ઇલેકટ્રીક કેબલ વાયર સાથે એક ઇસમને ગણતરીના દિવસોમાં પકડી પાડી ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલતી વડીયા પોલીસ ટીમ
ચોરી થયેલ સ્થળ નજીકના ખેતરમાં કામ કરતાં ખેત મજુરો ,તેમજ ખાનગી બાતમીદારો મારફતે આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી,
ઇલેકટ્રીક કેબલ વાયર ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીને ચોરીમાં ગયેલ કેબલ વાયર સાથે ગણતરીના દિવસોમાં પકડી પાડી કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલેલ છે.
*ગુનાની વિગત -*
ગઇ તા.૧૭/૦૮/૨૦૨૩ ના રાત્રીના કલાક ૨૩/૦૦ થી તા.૧૮/૦૮/૨૦૨૩ ના સવારના ૦૭/૩૦ વાગ્યા દરમ્યાન ફરી. તથા સાહેદોની વાડીમાંથી આશરે ૩૭૦ ફુટ ઇલેકટ્રીક કેબલ વાયર કિ.રૂ.૭,૪૦૦/-ની કોઇ અજાણ્યોચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોય.
જે અંગે કિશોરભાઇ મગનભાઇ ગજેરા રહે.લાખાપાદર નાઓએ ફરીયાદ આપતા
વડીયા પો.સ્ટે, એ-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૬૦૨૩૦ ૧૩૦/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯,૪૪૭ મુજબનો ગુનો રજી.થયેલ હતો.
સદર ગુનાની આગળની તપાસ બી.કે.મોરવાડીયા અના.હેઙ.કોન્સ વડીયા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ હતા.
*પકડાયેલ આરોપીની વિગત-*
માવજીભાઇ મંગાભાઇ સોંદરવા ઉ.વ.૬૫ ધંધો.મજુરી રહે.ઇશ્વરીયા તા.વડીયા જિ.અમરેલી
*કબ્જે કરેલ મુદામાલ-*
બળેલ અર્ધ બળેલ હાલતમાં કેબલ વાયર કિ.રૂ.૨,૧૪૦/-
*શોધાયેલ ગુન્હાઓ-*
વડીયા પો.સ્ટે ગુ.ર.નં.-૧૧૧૯૩૦૬૦૨૩૦૧૩૦/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ
*કામગીરી કરનાર અધિ.શ્રી તથા કર્મચારીઓ*
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડેરી અમરેલી વિભાગ,અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વડીયા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સપેકટર કે.એસ.ડાંગર તથા કુંકાવાવ આઉટ પોસ્ટ ઇન્ચાર્જ એ.એસ.આઇ પ્રવિણભાઇ દુલાભાઇ કલસરીયા તથા હેઙ.કોન્સ ભરતભાઇ કાનજીભાઇ મોરવાડીયા તથા વડીયા પોલીસ સ્ટાફનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.