દેશભરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવા મા આવી હતી લોકોએ કૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી , ત્યારે ગુજરાત રાજ્યના બોડર ઉપર વસેલું બનાસકાંઠા જીલ્લો જૂની પરંપરાગત જાળવી રાખી ગામડાઓ મા આજ પણ ગ્રામ્ય સંસ્કૃતિ ના દર્શન થાય છે . ગામ ના લોકો દ્વારા જૂની પરંપરા મુજબ આઠમની રાતે મહિલાઓ ગામના તળાવમાંથી માટી લાવી રાતના બાર વાગે કાનુડાની મૂર્તિને બનાવી અને આભૂષણો થી સજાવી સ્થાપના કરે છે અને બીજા દિવસે સવારે નોમના દિવસે ગામની તમામ મહિલાઓ ગ્રામીણ વિસ્તારના ટ્રેડિશનલ પહેરવેશ પહેરી ભેગી મળી દેશી ઢોલ કે ડીજેના તાલે કાનુડાની આસપાસ ગોળ ફરતે રમીને હરખભેર જન્માષ્ટમીની ઉજવણી કરી વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવી રાખે છે .ગામની દીકરી પોતાના સાસરેથી જન્માષ્ટમીના દિવસે પિયર કાનુડો રમવા આવવાની જૂની પરંપરા છે તે મુજબ મહિલા પોતાના પિયરમાં આવે છે અને બાળપણની સખીઓ સાથે દેશી ઢોલ ના તાલે કાનુડો રમતી નજરે પડે છે સખીઓ સાથે બાળપણની યાદો તાજી કરે છે . આઠમના દિવસે ગામના ચોરે ગામની મહિલાઓ ભેગી થઈ વચમાં કાનુડો મૂકી આસપાસ દેશી ઢોલના તાલે રમી જન્માષ્ટમીની હરખથી કાનુડો રમી ખુશ થતી હોય છે , ત્યારબાદ સાંજનાં સમય મહિલાઓ ભેગી મળી ઢોલે રમતી રમતી ગામના તળાવે જઈ માટીના બનાવેલ કૃષ્ણની મૂર્તિને નદી કે તળાવમાં વિસર્જન કરી સૌ સહેલીઓ પોતાના ઘેર જાય છે .