ધારાસભ્યના પ્રયાસોથી રૂ.1200 કરોડ મંજુર થતા...

લાખણી (મેરૂજી પ્રજાપતિ)

દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં આવતા દિયોદર અને લાખણી તાલુકાના ગામોના ભૂગર્ભ જળને ઊંચા લાવવા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે સંકલ્પ કરેલો છે.તેમના પ્રયત્નો અને રજૂઆતો થકી રાજ્ય સરકારે રૂ.1200 કરોડ મંજુર કરેલ છે. જેના અનુસંધાને આજે શનિવારે ધારાસભ્ય કેશાજી ચૌહાણ લાખણી તાલુકામા આવેલ સુપ્રસિદ્ધ ગેળા હનુમાન દાદાના મંદિર સુધી પગપાળા યાત્રાકરી સમર્થકો સાથે દર્શન કરવામાટે આવ્યા હતા.દિયોદર વિધાનસભા મત વિસ્તારોમાં આવતા દિયોદર, લાખણી, ભીલડી સહીતના વિસ્તારોમા ભુગર્ભ જળ તળીયે જઈ રહ્યા છે જેને લઈને દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણે આ વિસ્તારોમાં ભુગર્ભ જળને ઉચા લાવવાનો સંકલ્પ કરેલ છે.જેના અનુસંધાને ગુજરાત સરકાર પાસેથી દિયોદર વિધાનસભા મત વિસ્તારમા આવતા ગામોના તળાવો ભરવા અને ભુગર્ભ જળ ઉંચા લાવવા માટે રૂપિયા 1200 કરોડના ખર્ચથી તળાવો ભરવા માટે પાઇપ લાઇન મંજૂર કરાવેલ છે.તેમની મનોકામના પુર્ણ થતા સમર્થકો સાથે પોતાના દિયોદર તાલુકાના મોજરૂ ગામથી લાખણી તાલુકાના ગેળા ખાતે આવેલ સુપ્રસિદ્ધ હનુમાન દાદાના મંદિર સુધીની પગપાળા યાત્રા યોજી અને દર્શન કર્યા હતા.આ યાત્રા લાખણી ખાતે આવી પહોચતા લાખણી તાલુકા ભાજપના કાર્યકરો અગ્રણીઓ યાત્રા માં જોડાયેલ.જિલ્લા સંઘના ચેરમેન બાબરાભાઈ પટેલ, ટી પી રાજપુત,લક્ષ્મણભાઇ પટેલ, હડમતસિંહ રાજપૂત. ભરત દવે. થોનુસિહ વાધેલા. ધીરજભાઈ દરજી .સુરેશભાઈ સિલ્વા હરેશભાઈ બારોટ. રૂડાભાઈ રાજપુત. રમેશભાઈ પ્રજાપતિ .સહિત ભાજપ કાર્યકરો ખેડૂતો મોટી સંખ્યામાં તેમની સાથે જોડાઇ જળના તળ ઉંચા આવે તે માટે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરેલ.