પાવીજેતપુરના સિહોદ રેલ્વે બ્રિજ ઉપર ટ્રેન સાથે અડફેટે આવતા આધેડનું મોત પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ સવારે ૧૦.૪૦ વાગે સિહોદ રેલ્વે બ્રિજ ઉપર ટ્રેનની અડફેટે એક આધેડ વયના પુરુષનું મોત નીપજ્યું હતું. જેને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે પાવીજેતપુર પોલીસને જાન કરતા પોલીસ તેમજ રેલ્વે વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મરનાર ની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી ત્યારે મરનાર પાલસંડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ શૈલેષભાઈ રાઠવા ઉ.વર્ષ ૬૦ હોવાનું સામે આવ્યું છે. આ બાબતે પરિવારનો સંપર્ક કરતા મરનાર એક મહિનાથી અસ્થિર મગજના હોય અને છેલ્લા ૧૫ દિવસથી ઘરેથી કઇપણ કીધા વિના નીકળી ગયા હતા જેઓનો આજે સવારે ૧૦.૪૦ વાગે સિહોદના રેલ્વે બ્રિજ પર ટ્રેનની અડફેટે આવતા મોત થયું હતું અને મૃતક રામસિંગ રાઠવાના મૃત્યુદેહને પી.એમ માટે પાવીજેતપુર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.