ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમીની આજરોજ સમગ્ર દેશભર સહિત ગુજરાત તેમજ હાલોલ તાલુકા પંથક અને હાલોલ નગર ખાતે રંગેચંગે ભારે ઉત્સાહ ઉમંગ અને હર્ષોલ્લાસપૂર્વક ભક્તિભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં 51 શક્તિપીઠો પૈકીના  એક પ્રસિદ્ધ શક્તિપીઠ ગણાતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિર ખાતે માં કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટીઓ તેમજ કર્મચારીઓ દ્વારા માતાજીના દર્શને આવેલા હજારો શ્રદ્ધાળુ માઈ ભક્તોની હાજરીમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમીની ભારે ભક્તિ ભાવપૂર્વક વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે સોનામાં સુગંધ ભળે તેમ ભગવાને  પાવાગઢ ડુંગર ખાતે રચેલા કુદરતી અદભુત વાદળ છાયા વરસાદી અલ્હાદક ધુમ્મસભર્યા વાતાવરણમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો અવસર ઉજવાતા અનોખો માહોલ પાવાગઢ ડુંગર ખાતે સર્જાયો હતો જેમાં જન્માષ્ટમીને અનુલક્ષીને મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયા નંદલાલ બન્યા હતા અને તેઓએ વાજતે ગાજતે મંદિર પરિસર ખાતે મીની શોભાયાત્રા યોજી હતી જેમાં ઢોલ નગારાના તાલે ભકતજનોએ ભક્તિ ગીતોની રમઝટ અને ગરબા સાથે મહાકાળી માતાજીના મંદિર ફરતે પ્રદક્ષિણા કરી ભગવાન શ્રીકૃષ્ણને માતાજીની પૂજા અર્ચના કરાવી આશીર્વાદ મેળવ્યા હતા  જ્યારે મંદિર પરિસર ખાતે માતાજીના દર્શને પધારેલા એક શ્રદ્ધાળુ માઈ ભક્ત પરિવારના નાના બાળકને બાળ કૃષ્ણ બનાવી તેની પૂજા અર્ચના કરી મટકી ફોડનો  ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં બાળ કૃષ્ણએ મટકી ફોડતા સમગ્ર પાવાગઢ ડુંગર હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી  સહિતના ભગવાન શ્રી કૃષ્ણના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને રંગેચંગે મહાકાળી માતાજીના મંદિર પરિસર ખાતે શ્રદ્ધાભાવ અને ભક્તિ પૂર્ણ વાતાવરણમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસને મનાવી ભગવાન શ્રીકૃષ્ણને પારણે ઝુલાવી અબીલ ગુલાનોની છોળો ઉડાવી ઉત્સાહપૂર્વક મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,કર્મચારીઓ સહિત હજારો માઇ ભક્તોએ જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.