ડીસાની ધરતી રેસીડેન્સીમાં આવેલ પાણીના ટાંકા પાસે રેડ કરી જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. બે શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે રૂપિયા 11,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીની ટીમે ધરતી રેસિડેન્સીમાં પાણીના ટાંકા પાસે રેડ કરી હતી.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

 જ્યાં જુગાર રમતાં જીગર પરબતભાઈ રાવળ (રહે. જોખમ નગર ડીસા), મેહુલ રતનસિંહ ઠાકોર (રહે. જૂની પોલીસ લાઈન ડીસા), શ્રવણ માલાભાઈ રાવળ (રહે. ધરતી રેસીડેન્સી ડીસા)ની અટકાયત કરી હતી. જ્યારે પપ્પુ ઉર્ફે માનસિંહ દેવુંસિંહ દરબાર (રહે. સૂર્યનગર ડીસા), કિશોર ચુનીલાલ ઠાકોર (રહે ગાયત્રી મંદિર પાસે ડીસા) નાસી ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી જુગારનું સાહિત્ય અને રોકડ રકમ મળી 11,500 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.