શાળાઓમાં અભ્યાસ કરતા બાળ વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક તહેવારોના મહાત્મ્યને સમજે અને તેની ઉજવણી થકી મનોરંજન સાથે જ્ઞાન પ્રાપ્ત કરે તે હેતુથી શારદા વિદ્યા મંદિર હાલોલ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જન્માષ્ટમીનું મહત્વ અને શ્રી કૃષ્ણના જીવન ચરિત્રની સુંદર સમજ આપવામાં આવી હતી જ્યારે વિદ્યાર્થીઓ કૃષ્ણ, રાધા, ગોપ, ગોપીઓની વિવિધ વિશેભૂષામાં આવ્યા હતા અને આખું શાળા સંકુલ જાણે વૃંદાવન હોય તેવો માહોલ ઉભો થયો હતો જેમાં  શાળાના શિક્ષકો દ્વારા કૃષ્ણ ભજનોની પણ સુંદર રમઝટ બોલાવવામાં આવી હતી સાથો સાથ ભારે ઉલ્લાસભેર રંગે ચંગે દહીં હાંડી-મટકી ફોડનો  કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જેમાંરા સ-ગરબા દ્વારા વિદ્યાર્થીઓએ રંગત જમાવી  ખૂબ જ ધૂમધામથી ઉત્સાહપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરી હતી જ્યારે શારદા વિદ્યા મંદિર  શાળામાં વિવિધ ભારતીય તહેવારોની ખૂબ જ સુંદર આયોજન સાથે ઉજવણી થતી હોય છે જેમાં વિદ્યાર્થીઓને સંસ્કૃતિ, તહેવારોની સમજ આપવામાં આવે છે જે અંતર્ગત આગામી  દિવસોમાં ગણેશ ઉત્સવમાં પણ ગણેશજીની મૂર્તિ સ્થાપના અને અન્નકૂટ દર્શનનું કરવાનું પણ આયોજન કરવામાં આવશે તેવી માહિતી મળવા પામી છે.