સુરા ,સંતો અને ત્યાગ સાથે માનવતા ની ભૂમિ એટલે સૌવરાષ્ટ્ર અને કાઠિયાવાડ ત્યારે આપદા હોય કે સંકટ હંમેશા લોકો એક બીજા ને મદદરૂપ થતા અને દયા ભાવના સાથે એક બીજા ને મદદરૂપ થતા જોવા મળતા હોય છે
જ્યારે હાલ સાતમ આઠમ નો તહેવાર છે અને સામાન્ય આર્થિક નબળા લોકો મોંઘવારી ના કારણે પરેશાન પણ છે જેથી હાલ તહેવારો માં મીઠાઈ અને ફરસાણ મોંઘા બન્યા છે તેવા માં નબળા વર્ગ ના લોકો પોતાના બાળકો ને મીઠાઈઓ ખવાડી શકે તે મુશ્કેલ બન્યું છે તેવા માં માળીયા હાટીના પોલીસ પરિવાર દ્વારા માનવતા મહેકે તેવું કાર્ય કરવામાં આવ્યું છે
માળીયા હાટીના પોલીસ મથક ના PSI BK ચાવડા સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા પોતાના ખર્ચે મીઠાઈઓ અને ફરસાણ આર્થિક રીતે નબળા ગરીબ વર્ગ અને જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું ,માળીયા હાટીના પોલીસ સ્ટેશન ના PSI BK ચાવડા સાહેબ અને પોલીસ સ્ટેશન સ્ટાફ કોરોના હોય કે વવાજોડું હોય કે પછી કોઈ આપદા નો સમય હોય ત્યારે હર હમેશ પ્રજા ને મદદરૂપ થતા જોવા મળ્યા છે
ત્યારે હંમેશા પ્રજા ને મદદરૂપ થઇ અને પ્રજા માં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે સાથે સાથે અપરાધીઓ માટે સતત એક્શન મોડ માં રહેતી માળીયા હાટીના પોલીસ હંમેશા પોલીસ પ્રજાનો મિત્ર હોય તેવું ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે હાલ માળીયા હાટીના પોલીસ વિભાગ ની કામગીરી ની લોકોમાં ખાસી પ્રસશા થઈ રહી છે
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) :- 9925095750