સુરેન્દ્રનગર શહેરના પ્રખ્યાત વઢવાણ અને સુરેન્દ્રનગરનો મેળો સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આમ લોક મેળાના આયોજનને લઇ લોકોમાં પણ ઉત્સાહ પ્રથમ દિવસથી જોવા મળ્યો હતો.પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. મેળા દરમિયાન હાસ્યદરબાર, લોકડાયરો સહિત કાર્યક્રમ યોજાશે.ઝાલાવાડમાં ઉજવાતા તહેવારોમાં લોકમેળાઓનું વિશેષ સ્થાન છે. જેમાં સુરેન્દ્રનગર શહેર અને વઢવાણના મેળાના મેદાનમાં યોજાતો મેળો લોકોમાં આકર્ષણ રૂપ હોવાથી અનેક લોકો ઉમટી પડે છે. આથી આ વર્ષ પણ પાલિકા દ્વારા મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ વઢવાણનો લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગર મધ્યે આવેલા મેળાના મેદાનનો મેળો પણ ખુલ્લો મુકાયો હતો. આથી પ્રથમ દિવસે જ લોકોએ ઉત્સાહ દેખાડતા સારી એવી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી.આ પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા, સંયુક્ત પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, સંસ્કૃતિક સમિતીના ચેરમેન સરસ્વતીબેન યોગેશભાઇ કણઝરીયા, બાંકામ સમિતી ચેરમેન બહાદુરસિંહ સોલંકી, જગદિશભાઇ પરમાર, હિતેશ્વરસિંહ મોરી, સ્મીતાબેન રાવલ, પંકજભાઇ પરમાર સહિતના સદસ્યો તથા જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ, એસપી ડો.ગીરીશભાઇ પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો ખુલ્લો મુકાયા બાદ મંગળવારે સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે યોજાયા હતા.જ્યારે આજે બુધવારે મેળાનું મેદાન રેલ્વેસ્ટેશન પાસે વઢવાણ રાત્રે 9 કલાકે ડાયરો તથા હાસ્ય દરબાર યોજાશે. જ્યારે ગુરૂવાર ભવ્ય ભાતીગળ લોકડાયરો, શુક્રવાર મ્યુલીકનાઇટ, શનિવારે લોકપ્રિય ગુજરાતી ગીતો, રવિવાર લોકગીતોની રમઝટ બોલાવવામાં આવશે.