પાવીજેતપુર હાઈસ્કૂલમાં ૨૮૨ વિદ્યાર્થીઓએ શિક્ષણ દિન માં ભાગ લઈ સ્વશાસન દિન ઉજવ્યો
પાવીજેતપુર શ્રીમતી વી. આર. શાહ સાર્વજનિક હાઇસ્કુલ માં ૨૮૨ જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક દિનમાં ભાગ લઈ સ્વશાસન દિન ખૂબ જ ઉત્સાહ ઉમંગથી ઉજવ્યો હતો. તેમજ પાવીજેતપુર કેળવણી મંડળ દ્વારા ૮ જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પાંચમી સપ્ટેમ્બર એટલે કે " શિક્ષક દિન " જેમાં વિદ્યાર્થીઓ પોતે શિક્ષકો બની એક દિવસ સ્વશાસન કરે છે. જે અનુસંધાને પાવીજેતપુર હાઇસ્કુલના આચાર્ય સંજય શાહે જણાવ્યા મુજબ પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૨૮૨ જેટલા બાળકોએ શિક્ષણ દિન નિમિત્તે શિક્ષકો, કારકુનો તેમજ પટાવાળા બની ખૂબ જ ઉત્સાહ ઉમંગથી સ્વ શાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેમજ બાળકોનું સર્વાંગી વિકાસ થાય તે હેતુસર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. તે પ્રમાણે ૨૬૩ વિદ્યાર્થીઓ શિક્ષકો બન્યા હતા તેમજ ૧૯ જેટલા વિદ્યાર્થીઓ પટાવાળા બની કુલ ૨૮૨ વિદ્યાર્થીઓએ આ શિક્ષક દિન માં ભાગ લીધો હતો. આ તમામ વિદ્યાર્થીઓને કેવો અનુભવ થયો ? તે અંગે વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા માઈક ઉપર લેવામાં આવી હતી.
શિક્ષક દિન નિમિત્તે પ્રાથમિક વિભાગ થી ઉચ્ચતર માધ્યમિક વિભાગ સુધીના ૮ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને પાવીજેતપુર કેળવણી મંડળ દ્વારા સાલ ઓઢાડી સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
પાવીજેતપુર ની પ્રથમ હરોળની ભેંસાવહી હાઈસ્કૂલમાં ૬૫ જેટલા બાળકોએ શિક્ષક દિનમાં ભાગ લીધો હતો. બાળકોએ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે સ્વસાશન દિનની ઉજવણી કરી હતી. આચાર્ય ડી. સી. કોલીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સમયે પાવીજેતપુર પોલીસ સ્ટાફ શાળામાં આવી તમામ શિક્ષક ગણ ( ગુરુજનો ) નું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.