ખંભાત તાલુકાની નગરા કન્યા પ્રા.શાળા ખાતે શાળાના 43માં સ્થાપના દિનની ધામધામથી ઉજવણી કરાઈ હતી.કાર્યક્રમ દરમિયાન શાળાની બાળાઓએ રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.દાતાઓ દ્વારા શાળામાં શિક્ષણ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી દાન અર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ- હર્ષાબેન પટેલ, ઉપસરપંચ-ધનજીભાઈ ભરવાડ, તલાટી-ઉપેન્દ્રસિંહ ઝાલા, નગરા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન-ભગાભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય-રાજુભાઇ પટેલ, નગરા પે-સેન્ટર-કમલેશભાઈ પટેલ, નગરા કન્યા શાળાના આચાર્ય-શૈલેષભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્યો, ગ્રામજનો, શિક્ષક સ્ટાફ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(સલમાન પઠાણ-ખંભાત) 

Mo : 9558553368