પાટડી તાલુકાના પીપળી ગામેથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો કુખ્યાત આરોપી ઝડપી પાડ્યો હતો. વધુમાં આ આરોપી વિરૃદ્ધ જિલ્લા તથા જિલ્લા બહારના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે.ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત તથા ધ્રાંગધ્રા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.બી.વલવીના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ મથકના પી.એસ.આઈ. એસ.પી.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી વસંત વાણિયાની બાતમીના આધારે પીપળી ખાતેથી અટક કરવામાં આવી હતી. આ આરોપી વિરૃદ્ધ બજાણા પોલીસ, મોરબી સીટી પોલીસ, વાંકાનેર પોલીસ, સુરેન્દ્રનગર એ-ડિવિઝન તેમજ વઢવાણ પોલીસ મથક હેઠળ પ્રોહીના ગુન્હાઓ નોંધાયેલા છે. બજાણા પોલીસના આ દરોડામાં પી.એસ.આઈ એસ.પી.ઝાલા સહિત ભુપતભાઈ દેથળિયા, નરેશભાઈ મેર, ગોવિંદભાઈ ભરવાડ, વિરપાલસિંહ ઝાલા અને ભાવેશભાઈ રાવલ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પી.એસ.આઈ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રમિક મજૂરોના ત્રાસથી કોઠારીયા રોડ માસ્તર સોસાયટીના રહીશો પરેશાન
#buletinindia #gujarat #rajkot
Kshatriya Thakor Samaj does a show of strength for election ticket in Patan | TV9GujaratiNews
Kshatriya Thakor Samaj does a show of strength for election ticket in Patan | TV9GujaratiNews
Rajasthan Election 2023 : BJP Candidate Bahadur Singh Koli के बिगड़े बोल | Congress | BJP | Top News
Rajasthan Election 2023 : BJP Candidate Bahadur Singh Koli के बिगड़े बोल | Congress | BJP | Top News