રાજસ્થાનના આબુરોડ નજીક એક કાર અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા ત્રણના મોત અને બે ગંભીર રીતે ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં સદર પોલીસ ઘટના સ્થળ પર દોડી જઈ ઘાયલોને આબુરોડ ટ્રોમાંમાં સારવાર અર્થ ખસેડાયા છે.

ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના આબુરોડથી સાત કિલોમીટર આગળ હનુમાન ટેકરી પાસે એક ટ્રક અને ગાડી વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીમાં સવાર ડ્રાઇવર હીરાલાલ તેમના પુત્ર પોસારામની સુમેરપુર વાળાની ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જેમાં અકસ્માતના કારણે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થતાં આબુરોડ ટ્રોમાં સેન્ટરમાં સ્થાનિક લોકોની મદદથી ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન લીલાબાઈ ઓસવાલનું પણ મોત થયું હતું. જેમાં બે અતિ ઘાયલ લોકોને સારવાર માટે આબુરોડ થી પાલનપુર ખસેડાયા છે.

મળતી માહિતી મુજબ ટ્રક ગુજરાતી પિંડવાડા તરફ જઈ રહો હતો.ગાડી સવાર પરિવાર પણ શિવગંજ થી પુણે મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા કારમાં ડ્રાઇવર સહિત કુલ પાંચ લોકો હતા.