સમગ્ર માસ દરમીયાન સુપોષીત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત થીમ પર ઉજવણી કરવામાં આવશે...

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

માન વડાપ્રધાનશ્રી દ્રારા તા. ૦૮ માર્ચ-૨૦૧૮ ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટવ્યાપી શુભારંભ કરવામાં આવેલ છે. પોષણ અભિયાનને જન આંદોલન સ્વરૂપ આપી ઝુંબેશ સ્વરૂપે પોષણને લગતા સંદેશાઓનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્રારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં “ રાષ્ટ્રીય પોષણ માહ “ ની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્રારા ચાલુ વર્ષે “ પોષણ માસ ” ની ઉજવણી ૧ થી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન કરવા જણાવેલ છે.

        જે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના યોગ્ય માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ઉષાબેન વાય. ગજજર ICDS શાખા જિલ્લા પંચાયત દ્રારા જિલ્લાના વિવિધ વિભાગોના સંકલન થી પોષણ માસ સપ્ટેમ્બર-૨૦૨૩ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.  

                 

     જેના ભાગરૂપે જિલ્લાના આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા-ધાત્રી માતાઓ- બાળકો તેમજ ગ્રામ્ય લોકોને પોષણ અંગે જાગૃતિ લાવવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત આ વર્ષની પોષણ માહની થીમ “ સુપોષીત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત” છે. પોષણ માહ ૨૦૨૩ દરમ્યાન (૧) માત્રને માત્ર સ્તનપાન અને પુરક આહાર (૨) સ્વસ્થ બાળક સ્પર્ધા (SBS) (૩) પોષણ ભી પઢાઇ ભી (PBPB) (૪)મિશન LIFE દ્રારા પોષણ સ્તરમાં સુધારો (૫) મારી માટી મારો દેશ (MMMD)(૬) આદિવાસી કેન્દ્રિત પોષણ સેન્સિટાઇઝેશન (૭) ટેસ્ટ, ટ્રીટ, ટોક –એનિમિયા થીમ આધારીત પ્રવૃતિઓ કરવામાં આવશે.