બનાસકાંઠા જિલ્લાના થરાદ ગાયત્રી વિદ્યાલય ખાતે વાવ- થરાદ પાંચ પરગણા આંજણા પટેલ સમાજ દ્વારા આયોજીત બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલની 75 મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને રજત તુલા અને રક્ત તુલા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે સાંસદનુ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ સાંસદ પરબતભાઇ પટેલને હેપ્પી બર્થ ડે કહી જણાવ્યું કે, આજનો દિવસ આ સરહદી વિસ્તાર માટે ખુબ ગૌરવનો દિવસ છે. આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદની અને સમગ્ર રાજ્ય અને રાજસ્થાનથી આટલી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા છે એ પરબતભાઇ પટેલ પ્રત્યેનો પ્રેમ, લાગણી અને સ્નેહ દર્શાવે છે. સમાજ જીવન માટે કામ કરતા કોઈ વ્યક્તિની જયારે સમાજ પોતે પીઠ થપથપાવે એનાથી બીજું સન્માન શું હોઈ શકે એમ જણાવી અધ્યક્ષએ કહ્યું કે, એક બાજુ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે અને બીજી બાજુ આપણા લોકપ્રિય સાંસદ પરબતભાઈ પટેલના 75 માં જન્મદિવસની ઉજવણી પ્રસંગે બનાસકાંઠામાં અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ઉજવણી અંતર્ગત સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈના પ્રાણ બચાવવા માટે ગઈકાલે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં મને પણ રક્તદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. અધ્યક્ષએ બીજા ભલા માટે કામ કરવાની નેમ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આપણા સાંસદના જન્મદિવસની ઉજવણી પ્રસંગે જિલ્લામાં 75 હજાર જેટલાં ચંદનના વૃક્ષ વાવવાના લક્ષ્યાંક સામે ગઈકાલ સુધીમાં જિલ્લાના ખેડૂતોએ 1 લાખ જેટલાં ચંદનના રોપાઓ વાવ્યા છે. આવા કાર્યક્રમોથી સમાજ જીવનમાં ગ્રામ પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી કામ કરતાં લોકોને નવું બળ અને પ્રેરણા મળશે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાને પાણીદાર બનાવવા સૌ સાથે મળીને પુરુષાર્થ કરીએ.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે સાંસદ પરબતબાઈ પટેલને તંદુરસ્ત દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, પરબતભાઇ પટેલે રાજકીય સમાજ જીવનના 50 વર્ષ અને જીવનના 75 વર્ષ પુરા કર્યા છે ત્યારે આપે 75 વર્ષમાં જે સબંધોનું વાવેતર કર્યુ છે એ હું મારી નજર સમક્ષ જોઈ રહ્યો છું. લોકો આપના પ્રત્યે અઢળક પ્રેમ- સ્નેહ વરસાવે છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પરબતભાઈ પટેલે ભગીરથ પ્રયાસ કર્યો છે. લોકોના હૃદય અને મનની અંદર સ્પંદનો પેદા થાય એવા કામો એમણે કર્યા છે. તેમણે ઉમેર્યું કે આજે બનાસ ડેરીનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગે છે ત્યારે આ વિસ્તારની પાણીની સમસ્યાઓના નિવારણ માટે અને તળાવો ભરવા માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે. થરાદ અને ધાનેરા તાલુકાના 200 જેટલાં તળાવો ભરવા માટે રૂ.1411 કરોડ મંજુર કરવામાં આવ્યા છે તેવી જ રીતે વડગામ તાલુકામાં મુક્તેશ્વર અને કરમાવાત તળાવ ભરવા માટે પણ રૂ.550 કરોડની રકમ મંજુર કરવામાં આવી છે તેમ જણાવી કહ્યું કે ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. બનાસકાંઠાના ખેડૂતો પાણીના મહત્વને બરાબર સમજ્યા છે એટલે ડ્રિપ અને સ્પ્રિંકલર પદ્ધતિ અપનવવામાં અગ્રેસર છે.
પોતાની 75 મી જન્મ જયંતિ- અમૃતપર્વની ઉજવણી પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે સમાજને નમન અને વંદન કરી સમાજનો ઋણ સ્વીકારતાં કહ્યું કે તમે મને ધારાસભ્ય અને સંસદ સભ્ય બનાવ્યો છે એનું ઋણ કઈ રીતે ઉતારી શકું. આજે હું જે કંઈપણ છું એ મારા ઘર, પરિવાર અને તમામ સમાજે મારા પર મુકેલા વિશ્વાસને આભારી છું. તેમણે કહ્યું કે હું ઘરથી નીકળું અને ઘેર ક્યારે પાછો આવીશ એ મારા ઘરેથી ક્યારેય પૂછવામાં આવ્યું નથી એટલે જ લોકો અને સમાજના કામ માટે પુરતો સમય આપી શક્યો છું. મેં મારી જિંદગીમાં ક્યારેય આરામ કર્યો નથી અને મને મળવા આવનાર વ્યક્તિનો સમય ન બગડે એની ચિંતા કરી છે. તેમણે ભાવુક થતાં કહ્યું કે ગઈકાલે યોજાયેલ રક્તદાન કેમ્પમાં તમામ સમાજના લોકોએ રક્તદાન કર્યુ છે એ જોઈને હું અભિભૂત થયો છું. મેં સપનામાં પણ કોઈનું અહિત વિચાર્યું નથી કે કર્યુ નથી એટલે આ વિસ્તારના ઘણા લોકો મારા કરતાં પણ હોંશિયાર હોવા છતાં તમે મારામાં વિશ્વાસ મૂકી મારી નેતાગીરીનો સ્વીકાર કરી આજસુધી કોઈપણ સમાજે મારી સામે ટિકિટની માંગણી કરી નથી એનાથી બીજું સન્માન શું હોઈ શકે એમ કહી લોકોને નતમસ્તક વંદન કર્યા હતા. તેમણે કહ્યું કે, મારા 75 માં જન્મદિવસની ઉજવણી પ્રસંગે સમાજ દ્વારા 75 વડ વાવવામાં આવ્યા છે. 75 સગર્ભા બહેનોને કીટ આપવામાં છે અને 200 જેટલી શાળાના બાળકોને તિથિ ભોજન અપાયું છે. આજે કરાયેલ રજત તુલાની ચાંદી પણ સમાજના બાળકોના શિક્ષણ માટે અર્પણ કરવાની તેમણે જાહેરાત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हमारे राजनयिक उग्रवाद और हिंसा के माहौल में काम कर रहे हैं, विदेश मंत्रालय ने कनाडा की निंदा की
विदेश मंत्रालय (एमईए) ने शनिवार को घोषणा की कि कनाडा में उसके वाणिज्य दूतावास के अधिकारियों की...
उपचार के लिए परेशान होते रहे मरीज ,9 चिकित्सको ने किया कार्य बहिष्कार ... इंडियन मेडिकल एसोसिएशन (आईएमए) और अखिल राजस्थान सेवारत चिकित्सक के आह्वान पर हुई हड़ताल ।
सुल्तानपुर. कोलकाता की महिला रेजिडेंट डॉक्टर से रेप व हत्या की घटना के विरोध में चिकित्सको...
ડીસા ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે
ડીસા ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે
પ્રજાસત્તાક પર્વ- ૨૬ મી જાન્યુઆરી-૨૦૨૩ની...
দিপলাং গাৱঁৰ দৰিদ্ৰ পৰিয়ালৰ মেধাবী ছাত্ৰী বৰষা কলিতাৰ কাষত দীনমণি ভাণ্ডাৰ কায়স্থ
কিছুমান মানৱ দৰদী মানুহৰ বাবে সমাজখন বৰ্তি আছে৷সচাকৈয়ে মানুহে মানুহৰ বাবে বাক্যশাৰী সত্য৷তাকে...