બનાસકાંઠાની આર્થીક નગરી ડીસા શહેર ખાતે રેપીડ એકશન ફોર્સ (RAF ) પરિચયના હેતુથી કવાયત માટે તૈનાત છે. જેમા ગોવિંદ પ્રસાદ ઉનિયાલ, કમાન્ડન્ટ અને બલરામ, સહાયક કમાન્ડન્ટ ના નેતૃત્વ હેઠળ અને ડી.વાય.એસ.પી ડો. કુશલ ઓઝા તથા પી.આઇ દેસાઇ ના માર્ગ દર્શન હેઠળ આ પ્લાટુનને ડીસા શહેર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલ અને પ્લાટુન દ્રારા ડીસા શહેરમાં ગવાડી વિસ્તારમાં પ્રેટ્રોલીંગ પણ કરવામાં આવેલ. નિયુકત પ્લાટુનનો મુખ્ય ઉદેશ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે વાર્તાલાપ કરવાનો છે. અને જિલ્લાના સંવેદનશીલ / અતિસંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી મેળવવાનો છે. અને ભુતકાળમાં થયેલા રમખાણો અને અન્ય ઝડપી પર્વદતિઓ વિશે માહીતી મેળવવા માટે પરિચયની કવાયત હાથ ધરીને છેલ્લા કેટલાક વર્ષોમાં જે તે જીલ્લાની ભાગોલીક સ્થિતી અને કાયદો અને વ્યવસ્થા વિશે મહત્વપૂર્ણ માહીતી એકત્રિત કરવી અને વિસ્તારોમાં કટોકટીની સ્થિતી સાથે કોમી રમખાણો દરમ્યાન પરિસ્થિતીને નિયંત્રિત કરવામાં મદદરૂપ મુખ્ય સ્ત્રોતો શોધવા અને સ્થાનીક સતા સાથે સંકલન કરવા માટે. પરિચય કવાયત હાથ ધરવાનો મુખ્ય ઉદેશ્ય સામાન્ય લોકોમાં સુરક્ષા દળોની છબીને મજબુત કરવાનો છે. અને અસામાજીક તત્વોને સખત પડકાર આપીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સ્થાનીક પોલીસને કદદ કરવાનો છે,