જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની રૂ. 538 કરોડના કથિત બેંક ફ્રોડ કેસમાં ધરપકડ
મની લોન્ડરિંગનો કેસ જેટ એરવેઝ, શ્રી ગોયલ, તેમની પત્ની અનિતા અને કંપનીના કેટલાક ભૂતપૂર્વ અધિકારીઓ સામે ₹538 કરોડના કથિત છેતરપિંડીના કેસમાં CBIની FIRમાંથી ઉદ્ભવ્યો છે.
74 વર્ષીય ગોયલને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મુંબઈમાં કેન્દ્રીય એજન્સીની ઓફિસમાં પૂછપરછના લાંબા સત્ર બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ, નરેશ ગોયલ, તેની પત્ની અનીતા નરેશ ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી સામે એફઆઈઆર દાખલ કર્યા પછી ઈડીએ આ વર્ષે જુલાઈમાં બેંક ફ્રોડ કેસમાં સામેલ ગોયલ અને અન્ય લોકો સામે દરોડા પાડ્યા હતા. અને કેનેરા બેંકમાં ₹538-કરોડના છેતરપિંડીના કેસના સંબંધમાં અજાણ્યા જાહેર સેવકો અને ખાનગી વ્યક્તિઓ ને સાણસા માં લીધા હતા.
વારિસ સૈયદ : હિંમતનગર