પાલનપુરના ચિત્રાસણી હાઇવે ઉપર એક બાઈક સવારને અજાણ્યા વાહનને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે. ત્યારે આજે પાલનપુર-આબુ હાઇવે પર ચિત્રાસણી નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો. બાઈક સવાર રાજપુરીયાથી ઘરના કામ અર્થ ચિત્રાસણી જતા નેશનલ હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને બાઈક સવારને ટક્કર મારતા બાઈક સવાર ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.

આ બનાવના પગલે આજુબાજુના લોકો ભેગા થઇ પોલીસને જાણ કરી હતી. જેથી પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બે દિવસ અગાઉ પણ ગંગાસાગર પાટીયા નજીક એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર લોકોની ચીંચીંયારી ગુંજી ઊઠી હતી.

અવારનવાર બનતા અકસ્માતની ઘટનાને પગલે બનાસકાંઠા પોલીસ અને આરટીઓ, એલ એન્ડ ટી વિભાગ દ્વારા બેઠક બોલાવી અને અકસ્માત નિવારણ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે, તેમ છંતા વાહન ચાલકોની બેદરકારીઓના કારણે કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.