તા:-૨૯/૦૮/૨૦૨૩ મંગળવાર ના રોજ દિયોદર તાલુકા ના રામુપુરા ધુ ખાતે આવેલ રાજેશ્વર વિદ્યા.અને કે.આર.પટેલઉ.મા.શાળા,રામપુરા(ધુ) ખાતે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં રક્ષાબંધનત હેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી.જેમાં શાળાના સૌ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.રક્ષાબંધનના પર્વ નિમિત્તે શાળાની અંદર ગીત અને વકૃત્વના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.બહેનો દ્વારા શાળાના બાળકો અને શિક્ષકોને કુમકુમ તિલક કરી રાખડી બાંધવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીશ્રી હસમુખભાઈ આચાર્યશ્રી ચંદ્રકાન્ત,શિક્ષકશ્રી જયરામભાઈ, ભૂપતભાઈ, વર્ષાબેન,રાહુલભાઈ હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સફળ સંચાલન જયંતીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બધાજ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો...