*રાજકોટ શહેર ખાતે ૨૦ ઓક્ટોબર થી ૧૨ નવેમ્બર સુધી યોજાનાર "આર્મી ભરતી રેલી" ની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ.* *રાજકોટ શહેર તા.૯/૮/૨૦૨૨ ના રોજ આર્મી રીક્રુટીંગ ઓફીસ જામનગર દ્વારા તા.૨૦/૧૦/૨૦૨૨ થી તા.૧૨/૧૧/૨૦૨૨ દરમિયાન ભુમિ દળમાં અગ્નિવીર સોલ્જરની વિવિધ જગ્યાઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે આર્મી ભરતી રેલીનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં નીચે મુજબની લાયકાતો ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. અગ્નિવીર જનરલ ડ્યુટી માટે SSC (ધો-૧૦) પાસ, ઓછામાં ઓછા ૪૫% ગુણ (દરેક વિષયમાં ૩૩ ગુણ લઘુત્તમ હોવા જોઇએ) વયમર્યાદા-ભરતીના દિવસે ૧૭ વર્ષ ૬ મહિના થી ૨૩ વર્ષ, ઉંચાઈ ૧૬૮ સે.મી, છાતી ૭૭-૮૨ સે.મી ધરાવનાર ઉમેદવારો લાયક ગણાશે. અગ્નિવીર ટેક્નીકલ માટે ધો-૧૨ પાસ વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી, ફીઝીક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ સાથે ઓછામાં ઓછા ૫૦% તથા દરેક વિષયમાં ૪૦% થી ઓછા નહિ. વયમર્યાદા-ભરતીના દિવસે ૧૭ વર્ષ ૬ મહિના થી ૨૩ વર્ષ, ઉંચાઈ ૧૬૭ સે.મી. છાતી ૭૬-૮૧ સે.મી. ધરાવનાર ઉમેદવારો રજિસ્ટ્રેશન કરી શકશે. સોલ્જર ક્લાર્ક/સ્ટોરકીપર ટેકનીકલ માટે ધો.૧૨ કોઈપણ પ્રવાહમાં કુલ ૬૦% માર્ક અને ૫૦% દરેક વિષયમાં પાસ, સાથે અંગ્રેજી, ગણિત, એકાઉન્ટન્સી, બુક કીપીંગમાં ૧૨ માં ૫૦% માર્ક સાથે ફરજીયાત પાસ. વયમર્યાદા ૧૭ ૧/૨ થી ૨૩ વર્ષ, ઉંચાઈ ૧૬૨ સે.મી. છાતી ૭૭-૮૨ સે.મી. ધરાવનાર ઉમેદવારો પાત્ર/લાયક છે. અગ્નિવીર ટ્રેડમેન માટે ધો.૮ અને ૧૦ પાસ તથા દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩% માર્કસ સાથે પાસ વયમર્યાદા-ભરતીના દિવસે ૧૭ વર્ષ ૬ મહિના થી ૨૩ વર્ષ ઉંચાઈ ૧૬૮ સે.મી, છાતી ૭૬-૮૧ સે.મી ધરાવનાર ઉમેદવારો પાત્ર/લાયક છે. વજન ઉંચાઈ અને ઉંમરના પ્રમાણમાં આર્મી મેડીકલના ધારા ધોરણ મુજબ રહેશે. જે આર્મીની વેબસાઈટ પર અપલોડ કરેલ છે. ઉમેદવારી અને લાયકાતો માટે તમામ ઉમેદવારોએ www.joinindianarmy.nic.in ઉપર ઉપલબ્ધ અધિકૃત નોટીફિકેશન જોઈ લેવાનું રહેશે. તેમજ ઉમેદવારી અંગેની સર્વે નિર્ણાયક સતા ARO JAMNAGAR ને આધીન રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૫-૮-૨૦૨૨ થી તા.૩-૯-૨૦૨૨ સુધી ચાલુ રહેશે. ભરતીમાં ધોરણ-૧૦/૧૨ અને ગ્રેજ્યુએટના તમામ ઓરીજીનલ સર્ટીફીકેટ અને તેની બે પ્રમાણિત નકલો, વધારાની લાયકાતોના સર્ટીફીકેટ, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ અથવા બોનાફાઇડ,પાકું સરનામું લખેલ પોલીસ ખાતાનું ચારીત્ર્યનો દાખલો, તાજેતરના ૨૦ નંગ પાસપોર્ટ સાઈઝ સફેદ બેકગ્રાઉન્ડમાં પડાવેલ ફોટોગ્રાફસ, જાતીનો દાખલો, નિવાસનું પ્રમાણપત્ર, આધારકાર્ડ સાથે રાખવું અને પાનકાર્ડ, બેંક પાસબુકની કોપી સર્ટીફીકેટ સાથે લઈ જવાનું રહેશે. વધુ વિગતો માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી ૧/૩ બહુમાળી ભવન રાજકોટનો રૂબરૂ અથવા ફોન નંબર ૦૨૮૧-૨૪૪૦૪૧૯/૨૪૪૭૪૨૯ ઉપર સંપર્ક સાધવા મદદનીશ નિયામક (રોજગાર)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.* *રિપોર્ટર. વિપુલ મકવાણા