સાયલાના વાંટાવચ્છ ગામે રહેતા પરિવારની પરીણિતાએ માનસિક અને શારીરિક ત્રાસથી રૂમમાં ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. આ પરિણીતાના ભાઇએ સાયલા પોલીસ સ્ટેશને પોતાની બેનને ત્રાસ આપી મરવા મજબૂર કરનાર સસરા, સાસુ દીયર અને તેના પત્ની સામે ગુનો દાખલ કરાવ્યો છે.સાયલાના વાંટાવચ્છની સીમમાં પોતાને મળેલી જમીનમાં ડાયાભાઇ ઝાંપડીયા અને તેમના પત્ની જેઠીબેન ખેત મજુરી કરીને પોતાનું જીવન ગુજારતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જેઠીબેનને પરિવારજનો લાગ-ભાગ બાબતે માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે ડાયાભાઇ સાયલા દીકરા સુરેશને લેવા માટે ગયા હતા. આ દરમિયાન જેઠીબેને પોતાના મકાનમાં એકલા હોવાથી માનસીક ત્રાસના ગળે ફાંસો ખાઇને આપધાત કર્યો હતો.આ બાબતે શીરવાણીયા રહેતા જેઠીબેનના ભાઇ સોમાભાઇ વશરામભાઇ કેરાળીયાને જાણ થતા પરિવારજનોમાં આક્રંદ ફેલાયું હતું અને દીકરી જેઠીબેનના સસરા લાખાભાઇ ઝપડીયા, સાસુ મીઠીબેન ઝાંપડીયા દીયર દલસુખભાઇ ઝાપડીયા અને તેમના પત્ની સજ્જનબેન સામે મારી નાખવાની ધમકી આપી અવાર નવાર મેણાટોણા મારી મરવા મજબૂર કરતા હોવાના કારણે જેઠીબેને પોતાના મકાને ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.