બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૨૭૬ કિ.રૂ.૭૯,૭૬૪/- ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કિં.રૂ.૫,૮૯,૭૬૪/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. કુલ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી , ગુજરાત રાજય, ગાંધીનગર નાઓને ગુજરાત રાજયમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા ખાસ પ્રોહીબીશન/જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય,

 ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ આ ડ્રાઇવ દરમિયાન ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા

અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૨૫/૦૫/૨૦૨૩ નાં રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે,

 એક બ્રેજા કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી રાણપર ગામ તરફથી આવે છે,

જે બાતમી આધારે એલ.સી.બી.ટીમ વોચમાં રહી, એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઈ પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપી -

છત્રજીતભાઈ ધીરૂભાઇ વાળા, ઉ.વ.૨૮, રહે.રાણપર, તા.બાબરા, જિ.અમરેલી.

પકડવાના બાકી આરોપીઓઃ-

વિજય રવુભાઇ બોરીચા, રહે.રાયપર, તા.ગઢડા, જિ.બોટાદ,

પકડાયેલ મુદ્દામાલ-

ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નંબર- ૧, ક્લેક્શન વ્હીસ્કી ઓરીજનલની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૭૬ કિ.રૂ.૭૯,૭૬૪/-તથા

એક મારૂતિ સુઝુકી બ્રેજા કાર નંબર પ્લેટ વગરની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા

 એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિ.રૂ.૧૦,૦૦૦/- મળી

કુલ કિ.રૂ. ૫,૮૯,૭૬૪/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ.

એમ.ડી.સરવૈયા તથા એAલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, જાવેદભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, કિશનભાઇ આસોદરીયા, નિકુલસિંહ રાઠોડ, તથા પો કોન્સ. રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.