પરિણીત મહિલાના ભાવેશ સાથેના પ્રેમ સબંધની મહિલાના પતિને જાણ થતા પરિવારે સુરત જઈ હત્યારા ભાવેશના પિતાને ઠપકો આપ્યો હતો જેથી પ્રેમમાં પાગલ ભાવેશ દાફડા નામના પરિણીતા ના પ્રેમી યુવકને સારૂ નહિ લાગતા

ભાવેશ સુરતથી સમઢીયાળા આવ્યો હતો.અને પરિણીત મહિલાને કહેલ કે તે કેમ મારી સાથે સંબંધ કાપી નાખ્યો તેમ કહી પ્રેમીએ છરીના ત્રણઘા મારી પરિણીતાને પતાવી દીધી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર આજથી ૨૦ દિવસ અગાઉ મહિલાના પતિને મહિલા પર શક જતા તેને મહિલાનો મોબાઇલ ચેક કર્યો હતો જેમાં ભાવેશ દાહ્ડા નામના શખ્સ સાથે મહિલાને પ્રેમ સંબંધ હોવાનો ખુલ્યું હતું.

જેથી મહિલાને તેના પતિએ ઠપકો આપ્યો હતો તેથી પરિણીતાએ તે યુવક સાથે પ્રેમ સંબંધ કાપી નાખવાની વાત કરી હતી.

જે બાદ મહિલાના પરિવારજનો યુવકના ઘરે સુરત ગયા હતા જોકે યુવક હાજર ન હતો. ત્યારે યુવકના પિતાને પરિણીતાના પરિવારજનોએ ઠપકો આપી કહ્યું હતું કે તમારા છોકરાને કહેજો કે હવે સંબંધ રાખે નહીં. આ વાત આરોપી ભાવેશને સારી ન લાગતા સુરતથી મોટા સમઢીયાળા આવી ગયો હતો.

 ગઈકાલે પરિણીતા તેની નણંદ સાથે જઈ રહી હતી ત્યારે આરોપી ભાવેશ તેઓની પાસે આવ્યો હતો. અને મહિલા હેતલબેનને ગાળો બોલવા લાગ્યો હતો તેમ જ આરોપીએ મહિલાને કહ્યું હતું કે તે કેમ મારી સાથે પ્રેમ સંબંધ કાપી નાખ્યો છે અને મારી સાથે કેમ બોલતી નથી જેને લઇ હેતલબહેને ભાવેશને કહ્યું કે મારે હવે તમારી સાથે સંબંધ રાખવો નથી.

તેવું કહેતા જ આરોપી ભાવેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલી છરી કાઢી મહિલા પર હુમલો કરતા લોહી લુહાણ થઈ ગઈ હતી.

 જેથી મહિલાના નણંદે બુમા બુમ કરતા આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા. એને પગલે આરોપી ત્યાંથી ભાગી ગયો હતો જે બાદ મહિલાને સારવાર અર્થ સાવર કુંડલા હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જોકે ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી.

પોલીસે આરોપીભાવેશ બાવચંદ દાહ્ડાને કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજ વીજ હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.