દેડયાપાડાના કાલબી ગામે દાદીએ દસ રૂપિયા નહિ આપતા મનમાં લાગી આવતા 13 વર્ષીય બાળકીએ ઝેરી દવા પીધી : સારવાર દરમિયાન થયું મોત

મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના કાલબી ગામે નદી ફળિયામાં રહેતા સગદીબેન તેમની પૌત્રી હીનાબેન ને 10 રૂપિયા આપેલ જેથી 13 વર્ષીય અમીશાબેન અમરતભાઈ વસાવા એ પણ દાદી પાસે 10 રૂપિયા માંગેલ પરંતુ દસ રૂપિયા ન હોવાથી તેમની દાદી સગડીબેને જણાવેલ કે છુટ્ટા દસ રૂપિયા નથી હું તને પછી 10 રૂપિયા આપીશ તેમ કહેતા 13 વર્ષીય અમીશાબેન વસાવાને મનમાં લાગે આવતા તેઓએ પોતાની જાતે ઝેરી દવા પી ગયા હોવાની ઘટના બની હતી

ઘટનાને પગલે તેમના પરિજનો તેઓને ડેડીયાપાડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 13 વર્ષીય અમીશાબેન વસાવાનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે. સદર ઘટનાની જાણ ડેડીયાપાડા પોલીસ ને થતા ડેડીયાપાડા પોલીસે કાયદેસર તપાસ હાથ ધરી છે...