ડીસા કાંટ રોડ પર અજાપુર પીક અપ સ્ટેન્ડ રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સોએ તોડી પાડતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ છવાયો..

ડીસા તાલુકાના કાંટ ગામે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ પીકઅપ સ્ટેન્ડ અચાનક તોડી પાડ્યું હોવાની ઘટના સામે આવી છે

બનાવને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો જ્યારે તલાટી અને વહીવટદાર ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી 

ડીસા થી ચિત્રાસણી માર્ગ પર કાંટ ગ્રામ પંચાયત ની હદમો આવેલ અજાપુરા માર્ગ પર સરકાર દ્વારા વર્ષો પહેલાં રોડ પર પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. 

આ રોડ પર અવરજવર કરતા મુસાફરો આ પીકઅપ સ્ટેન્ડ પાસે ઊભા રહી શકે તેમજ ગામના લોકો પણ જવા આવવા માટે આ પીકઅપ સ્ટેન્ડ પર બેસીને વાહનોની રાહ જોઈ શકે.તે માટે બનાવેલ હતો પરંતુ ગત રાત્રે અજાણ્યા શખ્સોએ શું ઇરાદાથી આ પીકઅપ સ્ટેન્ડ તોડી પાડ્યું 

 વહેલી સવારે ગામના નાગરિકો ને પીકઅપ સ્ટેન્ડ તોડી પાડ્યું હોવાની જાણ થતા જ ગ્રામજનોના ઘટના સ્થળે ટોળેટોળા ઉમટ્યા હતા અને પીકઅપ સ્ટેન્ડ તોડી પાડનાર અજાણા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા ની માંગ કરી હતી

આ મામલે ગ્રામજનોએ તાત્કાલિક તલાટી કમ મંત્રી શીતલબેન ઠક્કર અને વહીવટદાર ગીરીશભાઈ પટેલ જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને સ્થળનું પચનામું કરી ડીસા તાલુકા પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત અને તાલુકા મામલતદાર શ્રી ને લેખિતમાં જાણ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વહીવટદાર ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે હાઈવે પર આવેલ સરકારી પીકઅપ સ્ટેન્ડ કોઈ અજાણ્યા શખ્સોએ તોડી પાડ્યું છે આ બનાવની માહિતી મળતા જ તેઓ તરત જ તલાટી સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પંચનામુ કરી ફરિયાદ આપવામો આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 

અહેવાલ અમૃત માળી ડીસા