મહિસાગર જિલ્લામાં આવેલ બાલાસિનોર કોલેજ  ખાતે મધ્ય ગુજરાત ઝોનના પાંચ જિલ્લા પંચમહાલ મહીસાગર,વડોદરા, છોટાઉેપુર અને દાહોદ ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સલંગન તમામ કોલેજોની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ બેસ્ટ ફિઝીક સ્પર્ધા યોજાઇ હતી જેમાં હાલોલના ગોધરા રોડ પર આવેલ  એમ.એન્ડ વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બી.એ.માં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ગોધરા તાલુકાના ગોલી ગામના યુવા ખેલાડી પારસ રાજેશભાઈ ચૌહાણે બેસ્ટ ફિઝીક સ્પર્ધામાં ભાગ લઈ બેસ્ટ ફીઝીક સ્પર્ધામાં હિસ્સો લેનાર તમામ યુવા ખેલાડીઓને માત આપી પોતાની બેસ્ટ ફિઝિકનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતી સતત બીજા વર્ષે બેસ્ટ ફિઝીક સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ચેમ્પિયન બન્યો હતો જેમાં હાલોલની એમ.એન્ડ વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સ્પોર્ટ્સ ડાયરેકટર ડો. સંજય જોષીના માર્ગદર્શન હેઠળ પારસ ચૌહાણે સતત બીજા વર્ષે પણ ચેમ્પિયન બની પોતાના ગુરુ ડૉ.સંજય જોષી સહિત સમગ્ર કોલેજ સહિત પોતાના પરિવાર અને હાલોલ,પંચમહાલનું નામ રોશન કરી ગૌરવ અપાવતા હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળના સેક્રેટરી  સમીરભાઈ શાહ  તથા કોલેજના પ્રિન્સિપલ યશવંત શર્મા સહિત સમસ્ત કોલેજ પરિવારે પારસ ચૌહાણ અને કોલેજના સ્પોર્ટ્સ ડાયરેકટર ડૉ સંજય જોષીને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે મધ્ય ગુજરાત ઝોનની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજની બેસ્ટ ફિઝીક સ્પર્ધામાં બીજી વાર ચેમ્પિયન બનનાર ખેલાડી પારસ ચૌહાણ આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની ઓલ ઈન્ડિયા બેસ્ટ ફિઝીક સ્પર્ધામાં ભાગ લેનાર છે તેવી માહિતી મળવા પામી છે.