પડવાણિયા વાસણા ધરોલી વગેરે ગામના ખેડૂતોએ સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે.
ચાલુ સાલે ઓગસ્ટ માસમાં નહીવત વરસાદના કારણે શેરડી કપાસ તુવેર જેવા પાકો પણ તેની અસર પડી રહી છે, આવા સંજોગોમાં કરજણ જળાશય યોજનાની કેનાલોમાં પણ પાણી નહીં આવતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની દહેશત સતાવી રહી છે, ત્યારે તાલુકા પંચાયત ઝઘડિયા ના સદસ્ય બાલુભાઈ વસાવા તથા સામાજિક આગેવાન કનુભાઈ વસાવા પડવણીયાએ નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના પેટા વિભાગ-૧૫ ઝઘડિયાને કરજણ જળાશય યોજનામાંની કરજણ મુખ્ય કેનાલમાં પાણી છોડવા માટે રજૂઆત કરી છે, તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે તેઓ ૧૦ થી ૧૨ ગામના ખેડૂતોની માંગ છે કે ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છતાં વરસાદ થયેલ નથી અને આગળના મહિનાઓમાં પણ ઝઘડિયા તાલુકામાં પુરતો વરસાદ થયેલ નથી માટે ઝઘડિયા તાલુકામાં તમામ પાકો જેવા કે શેરડી કપાસ તુવેર નિષ્ફળ જાય તેમ છે તો ઝઘડિયા તાલુકાના તમામ ખેડૂતોની માંગ છે કે સપ્ટેમ્બર મહિનામાં ૧ સપ્ટેમ્બરથી કરજણ જળાશય યોજનામાંથી કરજણ મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવે તો તમામ ખેડૂતોના પાક બચી જાય એમ છે માટે તમામ ગામોના ખેડૂતોની માંગને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે કરજણ મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી છે.