હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલી શ્રીજી સોસાયટીમાં રહેતો અને MBA થયેલ 26 વર્ષીય યુવાન હર્ષ નીખીલભાઈ પટેલ પૈસા કમાવવાની લાલચમાં આવી જઈ એક અજાણ્યા મોબાઈલ નંબરના  whatsapp ગ્રુપમાં એડ થયો હતો જેમાં એક મેસેજ તેને આવ્યો હતો કે કેનેડિયન સોલાર  એપમાં પૈસા ઇન્વેસ્ટ કરવાનો સારો મોકો છે જેનો પ્લાન પરચેસ કરી દરરોજ પૈસા કમાવવાની લાલચ આપવામાં આવી હતી જેમાં હર્ષ કેનેડિયન સોલાર એપ્લિકેશનના ચક્કરની લાલચમાં ફસાયો હતો અને સૌ પ્રથમ 38,000/- રૂ. જેટલી રકમ ઇન્વેસ્ટ કરતાં રોજના 2,300/રૂ. નો નફો તેના એકાઉન્ટમાં થોડા સમય માટે આવતો થયો હતો જેને લઇને વધુ કમાવાની પૈસા લાલચમાં આવી ગયેલા હર્ષે વધુ એક 1,20,000/- રૂપિયા કેનેડિયન સોલાર એપ્લિકેશનમાં ઇન્વેસ્ટ કરતા 25,000/- રૂપિયા જેટલો નફો એક જ દિવસનો નફો મળતા હર્ષ પટેલે કુલ અલગ અલગ એકાઉન્ટ મારફતે 1,58,000/- રૂપિયા જેટલી માતબર રકમ ઇન્વેસ્ટ કરી હતી જે બાદ અચાનક જ કેનેડિયન સોલાર એપ બંધ થઈ જવા પામી હતી અને whatsapp ગ્રુપમાં કેનેડિયન સોલર એપનું સર્વર બળી ગયું હોવાનું મેસેજ આવ્યા બાદ ઇન્વેસ્ટ ના પૈસા પણ પરત આવતા બંધ થયા હતા જેમાં whatsapp ગ્રુપમાં કાલોલના અન્ય ઈસમો પણ હતા તેઓ પણ છેતરાયા હતા જેમાં આ કેનેડિયન સોલાર નામનું whatsapp ગ્રુપ બનાવી કેનેડિયન સોલાર એપ્લિકેશન મારફતે લોભ લાલચ જગાવી કોઈ અજાણ્યા ઠગે હર્ષ પટેલ સાથે છેતરપિંડી કરી  1,58,000/- રૂપિયા જેટલી રકમની ઓનલાઇન ઠગાઈ કરી લઈ વિશ્વાસઘાત કરતા આ હર્ષ પટેલે સૌ પ્રથમ સાયબર ક્રાઈમમાં પોતે સાયબર ક્રાઈમનો ભોગ બન્યો હોવાની અરજી આપ્યા બાદ હાલોલ ટાઉન પોલીસમાં  મથકે સાયબર ક્રાઇમ અંતર્ગત અજાણ્યા ઠગ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं