સાળંગપુર ધામ ના દાદા દિયોદર માં,,,દિયોદર માં દાદા ની આરતી ઉતારી..સાળંગપુર ધામમાંથી પધારેલ કષ્ટભંજન દેવ રથ નુ ભવ્ય સામૈયુ ..આરતી અને હનુમાન ચાલીસાનુ પઠન.કળિયુગના હાજરા હજુર દેવ એટલે હનુમાન દાદા.. ભગવાન સ્વામિનારાયણ ના આરાધ્યદેવ ના મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજિત ૧૭૫ સત્તામૃત મહોત્સવ સાળંગપુર ધામમાં તારીખ ૧૬ થી ૨૨ નવેમ્બર સુધી યોજાવા જઈ રહ્યો છે."મારા દાદા મારો ઉત્સવ" ૧૦૦૦ વીઘા જેટલી વિશાળ જગ્યામાં ઐતિહાસિક રીતે આ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે.આ સાત દિવસ સાળંગપુર ધામમાં પધારવા માટે એક આમંત્રણ રથનું આયોજન કરવામાં આવ્યું છે. અને વિવિધ જગ્યાઓએ આમંત્રણ આપવા માટે આ રથ ફરી રહ્યો છે.ત્યારે આ રથ દિયોદરમાં આવી પહોંચ્યો હતો. ત્યારે આ રથ નું દિયોદર માં વિવિધ મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દિયોદર શિહોરી ચાર રસ્તા થી ડી. જે. ની સાથે હનુમાનજી ના જય ઘોસ સાથે આઝાદ ચોક સુધી આ રથ આવ્યો હતો. આઝાદ ચોક ખાતે રથ માં આવેલ દાદા ના ભક્તો નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દાદા ની આરતી ઉતારવામાં આવી હતી. અને દાદા ના ભક્તો ને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ,અમરતભાઈ ભાટી, ભવાનજી ઠાકોર,ભદ્રસિંહ રાઠોડ, અરવિંદભાઈ હાલાણી, દિલીપભાઈ રંગોલી, અનુપજી ઠાકોર, શૈલેષભાઈ ઠક્કર, બીપીનભાઈ ત્રિવેદી,મનિષભાઈ હેપીમોલ, શૈલેષભાઈ નાઈ ,લાલાભાઈ મકવાણા સહિત દિયોદર ના દાદા ના ભક્તો હાજર રહી દિયોદર માં દાદા નું સ્વાગત કરી શતામૃત મહોત્સવ નું આમંત્રણ સ્વીકાર્યું હતું...