હાલોલ તાલુકાના સાથરોટા ગામના હીરાપુરા ફળિયા ખાતે રહેણાંક મકાનમાંથી રૂરલ પોલીસે ૨,૧૧,૫૧૩/- રૂપિયાની કિંમતની ૧૭૮૫ હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજાને અંગત બાતમીદાર પાસેથી ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના સાથરોટા ગામના હીરાપુરા ફળિયા ખાતે રહેતો રાકેશભાઈ ગણપતભાઈ ગોહિલે તેના કાકા રમણભાઈ છગનભાઈ ગોહિલના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો  વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ PI આર.એ.જાડેજા,PSI એસ.એસ.મહામુનકર સહિત પોલીસ કર્મચારીઓ બળવંતસિંહ ફતેસિંહ,રાજેશભાઈ મનસૂરભાઈ, કૃણાલકુમાર ધૂળાભાઈ અને શકિતસિંહ દિલીપસિંહે સાથરોટા ગામના હિરાપુરા ફળિયા ખાતે રમણભાઈ ગોહિલના રહેણાંક મકાનમાં છાપો મારી ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૧૭૮૫ જેની કિંમત ૨,૧૧,૫૧૩/- રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જોકે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો ધંધો કરનાર બુટલેગર કાકા રમણભાઈ ગોહિલ અને વેચનાર ભત્રીજો રાકેશભાઈ ગોહિલ પોલીસની રેડ દરમિયાન સ્થળ પરથી  ન મળી આવતા  પોલીસે બન્ને બુટલેગર કાકા ભત્રીજા સામે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા