ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 5 દિવસમાં 150 થી વધુ ફોરવિલ ગાડી ઉપરથી બ્લેક ફિલ્મ પટ્ટી ઉતારવામાં આવી છે અને ચાલકો પાસેથી રૂપિયા 30 હજારથી વધુનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી તમામ ગાડીઓના કાળા કાચ પરથી બ્લેક ફિલમ ઉતરી ન જાય ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે તેમ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું