પાવીજેતપુર ના ભારજ નદીના પુલ અંગે કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરતા કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ 

           પાવીજેતપુર નજીક ભારજ નદીના પુલ અંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરતા કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. 

          પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા ૨૧ ઓગસ્ટના રોજ ભારજ નદીના પુલનો યોગ્ય નિકાલ ની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી ૨૮ ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર મુજબ ૨૮ તારીખના રોજ પાવીજેતપુર વન કુટીર પાસે આંદોલનનું રણ સિંગું ફુંકવાની ચીમકી આપવામાં આવી હતી. 

          ૨૮ ઓગસ્ટ ના રોજ સુસ્કાલ ના કોંગ્રેસના યુવાન અને સક્રિય કાર્યકર નું નિધન થવાના કારણે ૨૮ ઓગસ્ટ ના રોજ આંદોલન પાછું ઠેલી ૨૯ ઓગસ્ટના રોજ આંદોલન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો સવિશેષ પાવીજેતપુર તાલુકાના કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે કોંગ્રેસના કાર્યકરો રોડ ઉપર બેસી જઈએ રસ્તા રોકો આંદોલન કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો તે પોલીસ કાફલો તરત ત્રાટકીને સાત જેટલા કોંગ્રેસી કાર્યકરો જેમાં એક મહિલા કોંગ્રેસી કાર્યકરની ધરપકડ કરી કરાલી પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવ્યા હતા.

          આમ, પાવીજેતપુર વન કુટીર પાસે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરતાં કોંગ્રેસી કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.