કાંકરેજ ના વિવિધ ગામો માં વાળીનાથ શિવ ધામ ના સંત શ્રી રામગીરી બાપુ નું સ્વાગત કરાયું..રબારી સમાજની ગુરુ ગાદી શ્રીવાળીનાથ ધામ તરભના પરમ પૂજ્ય 1008 બ્રહ્મલીન મહંત બળદેવગીરી બાપુ દ્વારા નૂતન શીવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને અતિ રુદ્ર મહાયજ્ઞ વર્ષ-2024માં યોજાનાર છે.ત્યારે સમસ્ત રબારી સમાજ જોડાઈ શકે તે હેતુથી વાળીનાથ દ્વારા ગામે ગામ આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે, જે અંતર્ગત કાંકરેજ તાલુકામાં જ્યાં રબારી સમાજના નેસડા છે. ત્યા ધર્મસભાઓ કરી વાળીનાથ ધામ ના સંત શ્રી રામગીરી બાપુ દ્વારા શિવમંદિર ત્રિ-શીખર શિવધામ નિર્માણ પામ્યું છે.જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16થી 22 ફેબ્રુઆરી-2024ના રોજ વાળીનાથ ધામ તરભ ખાતે યોજાવા જઈ રહ્યો છે.જેમાં અતિ રુદ્ર મહાયજ્ઞ યોજાશે.ત્યારે કાંકરેજ ના વિવિધ ગામોમાં વાળીનાથધામ તરભના સંત રામગીરી બાપુનું સામૈયું કરવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે પ્રભાતભાઈ દેસાઈ, ભરતભાઈ દેસાઈ, હાર્દિકભાઈ દેસાઈ ઉચરપી સરપંચ, પરસોત્તમ ભાઈ શિક્ષક કુંવારવા,જોરાભાઈ દેસાઈ,,કેશર ભાઈ આકોલી,રમેશભાઈ વડા સહિત દેસાઈ સમાજ ના લોકો જોડાઈ રહ્યા છે...