લાખણી તાલુકાના એક ગામમાં રહેતી 13 વર્ષની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સગીરાના પરિવારજનોએ ભીલડી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડીસા કચ્છી કોલોનીમાં રહેતો ભરત પરથીભાઇ લુહાર તેણીની સાથે મિત્રતા બાંધી લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. પોલીસે ભરત સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.