ખાંભા તાલુકાના ડેડાણ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉતારી હાટડાઓ ચલાવવામા આવેછે.બુટલેગરો ના નામ વાળું જાહેરમાં લગાવેલ બોર્ડ અંગે થયેલ કાર્યવાહી નો રીપોર્ટ

તા.૨૬/૦૮/૨૦૨૩ ના રોજ ખાંભા તાલુકાના ડેડાણ ગામે જાહેરમાં એક બોર્ડ લાગેલ જે બોર્ડમાં ડેડાણ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉતારી હાટડાઓ ચલાવામાં આવે છે, તેમજ દેશી દારૂ વેચનાર તેમજ ભઠ્ઠી ઉતારનારના નામ પણ લખેલ હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષક અમરેલી તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવર કુંડલા ડીવિઝન નાઓ તરફથી થયેલ સુચનાઓ મુજબ અમોએ બોર્ડમા લખેલ નામવાળા ઇસમોના ઘરે જઇ પ્રોહી અંગે રેઇડો કરતા પ્રોહી લગત કાઇ વાંધા જનક ચિજવસ્તુ મળી આવેલ ન હોય અને આ બોર્ડમા લખેલ ઇસમો વિરૂધ્ધ અગાઉ પણ પ્રોહી કેસો કરવામા આવેલ છે. તેમજ હાલ આવી કોઇ પ્રવૃતી ડેડાણ ગામે ચાલુ ન હોય અને તેમ છતા પણ અમુક અસામાજીક તત્વો પોલીસને બદનામ કરવાના ઇરાદાથી જાહેરમાં આ અગાઉ પણ તા.૧૩/૦૫/૨૦૨૨ ના રોજ ડેડાણ ગામે જાહેરમા બોર્ડ લગાવવામા આવેલ અને તા.૨૬/૦૮/૨૦૨૩ ના રોજ પણ જાહેરમા બોર્ડ લગાડી ફોટા પાડી તાત્કાલીક બોર્ડ ઉઠાવી લઇ પોલીસની પ્રતીષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદાથી કોઇ વ્યક્તિએ જાહેરમાં બોર્ડ લગાવેલ છે, તેથી આ બોર્ડ લગાવનાર વ્યક્તિને શોધવાની કાર્યવાહી ચાલુ હોય અને તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.