અમદાવાદ ખાતે આવેલ પંડિત દીનદયાળ હોલમાં સોમવારના રોજ  ખેતી બેંક ગુજરાતની ૭૧ મી વાર્ષિક સભાનું આયોજન ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી,જગદીશ વિશ્વકર્મા, રાઘવજી પટેલ,નરહરી અમીન, ગુજરાતના તાત ધરતીપુત્રો તેમજ અનેક નામી અનામી મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું જેમાં ખેતી બેંક ગુજરાતની ૭૧ મી વાર્ષિક સભાની સાથો સાથ અન્ય ભવ્ય ભાતી  સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન પંડિત દીનદયાળ હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં પોતાના કલાસિકલ અદભુત નૃત્યના માધ્યમથી વિશ્વના અનેક દેશોમાં ભારત દેશની સાંસ્કૃતિક કલાના રંગો વિખેરી વિશ્વમાં ભારતની સંસ્કૃતિને ઉજાગર કરનાર ગુજરાત અને પંચમહાલનું ગૌરવ ગણાતા અને દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જેને પંચમહાલના મોરલાનું બિરૂદ આપી સન્માનિત કર્યા છે તેવા વિશ્વ વિખ્યાત  કલાકાર ભરત બારીયા અને અક્ષય પટેલ તથા તેઓની નૃત્યાવલી ટીમના અદભુત  કલાકારોનો નૃત્યનો કાર્યક્ર્મ પણ યોજાયો હતો જેમાં ભરત બારીયા અને અક્ષય પટેલ સહિત તેઓની નૃત્યાવલી ટીમના કલાકારો  દ્વારા  દેવોના દેવ એવા ભગવાન મહાદેવની શિવ મહિમાનું વર્ણન પોતાના અદભુત અને કલાસિકલ નૃત્ય દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પોતાની અદભુત નૃત્ય કલાના માધ્યમથી શિવ મહિમાના વર્ણનનો ભાવ અને માહોલ પંડિત દીનદયાળ હોલમાં ઊભો કરી ઉપસ્થિત રાજ્યપાલ શ્રી સહિત તમામ મહાનુભવો તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા ધરતીપુત્રો અને અધિકારીઓને અચંબિત કરી પોતાની નૃત્ય કલામાં ઓતપ્રોત કરી દીધા હતા જેમાં ભરત બારીયા અક્ષય પટેલની બેલડી સહિત તેઓની નૃત્યાવલી ટીમના કલાકારોની નૃત્ય કલાથી મંત્રમુગ્ધ થયેલા ઉપસ્થિત તમામ મહાનુભવો સહિત સૌ કોઇએ તેઓની અદભુત નૃત્ય કલાને તાળીઓના ગડગડાથી વધાવી લઈ તેઓને ભરપૂર સન્માન આપ્યું હતું