આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આસ્પી પોષણ અને સમુદાય વિજ્ઞાન કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ દ્વારા કાંટ ગામે એક “કુપોષણથી આઝાદી” વિષય ઉપર એક પોષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં કાંટ ગામની મહિલાઓ અને કિશોરીઓ મળીને કુલ 145 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફીસર ડો. પ્રીતિ એચ. દવે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે વિવિધ પોષક તત્વોની ઉણપથી થતાં રોગો, કુપોષણના ચિહ્નો, કુપોષણથી બચવા માટે કેવો આહાર લેવો, ભોજનને સંતુલિત બનાવવા માટે શું કરવું વગેરે જેવી કુપોષણ નિવારણ માટે જરૂરી અગત્યના મુદ્દાઓની સરળ ભાષામાં સમજૂતી આપી હતી. રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોએ ગામમાં પોષણ જાગૃતિ ઉપર રેલી કાઢી હતી. સ્વયંસેવકો દ્વારા કુપોષણ નાબૂદી ઉપર બે સુંદર નાટકો પણ રજૂ કરવામાં આવ્યાં હતા. મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
DANTIWADA // દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા “કુપોષણથી આઝાદી” વિષય ઉપર તાલીમ કાર્યક્રમ યોજાયો..
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/08/nerity_48b0e0aa0af0bb2fdfa8c5bf413cf663.webp)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)