સુરેન્દ્રનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ મથકે સગીરા સાથે અડપલા કરવાનો ગુનો નોંધાયો હતો.જેના આરોપીને ઝડપી પડાયો હતો.તેણે રેગ્યુલર જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી.જે કોર્ટે નામંજુર કરી હતી.સુરેન્દ્રનગર શહેરમાં બે ભાઇઓ સાથે રહેતા હતા એમાંથી એક ભાઇનું મૃત્યુ થયુ હતુ.મૃત્યુ પામેલા ભાઇની સગીર દિકરીઓ સાથે બીજો ભાઇ અડપલા કરતો હતો.આ બનાવની સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે 2023ના વર્ષમાં ફરીયાદ નોધાઇ હતી. જેમાં આરોપી નીકુંજ જશવંતલાલ શાહને ઝડપી પાડવામાં આવ્યો હતો.જેમાં સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલ કરી હતી કે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલો ગુનો એ ગંભીર પ્રકારનો ગુનો હોવાથી આરોપીની જામીન અરજી નામંજુર કરવા માટે દલીલ કરી હતી.બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ત્રીજા એડીશનલ સેશન્સ જજ એન.જી.શાહે આરોપી નીકુંજ જશવંતલાલ શાહની જામીન અરજી નામંજુર કરી હતી.